મહાત્મા મંદિર ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બોટાદ ખાતે 53 કરોડના ખર્ચે બનેલા કુલ-240 આવાસોના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો
(અસરફ જાંગડ દ્વારા)
વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત મહાત્મા મંદિર ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પોલીસ હેડ ક્વાર્ટર-બોટાદ ખાતે નવનિર્મિત બી કક્ષાના 53 કરોડના ખર્ચે બનેલા કુલ-240 આવાસોના લોકાર્પણનો કાર્યક્રમ એસ.પી. કચેરી ખાતે યોજવામાં આવ્યો હતો, પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ ગૌતમ પરમારની પ્રેરક ઉપસ્થિતિ રહી હતીઅવસરે રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર પોલીસ કર્મી જવાનોને પ્રશસ્તિ પત્ર એનાયત કરી સન્માનિત કરાયા હતા. તેમજ પોલીસ વિભાગના "તેરા તુજકો અર્પણ અભિયાન" અંતર્ગત મુળ માલિકોને તેમના વાહન અને મોબાઈલ ફોન પરત આપ્યા હતા,વિકાસ સપ્તાહ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત રાજ્યના 2 હજાર કરોડથી વધારે રકમના કામોના રાજ્યના વિવિધ જિલ્લાઓના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જે મહાત્મા મંદિર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિતના મહાનુભાવોના હસ્તે ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બોટાદ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે નિર્માણ પામેલાં અદ્યતન સુવિધાઓ સાથેના વિશાળ જગ્યામાં નિર્માણ કરાયેલા બી કક્ષાના કુલ 240 આવાસોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.