ડભોઈ વિધાનસભા બેઠક ઉપર મોટો અપસેટ ભાજપના પૂર્વ દિગ્ગજ નેતા અને ડભોઇના પૂર્વ ધારાસભ્ય આજરોજ કોંગ્રેસનો ખેસ ધારણ કરી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. - At This Time

ડભોઈ વિધાનસભા બેઠક ઉપર મોટો અપસેટ ભાજપના પૂર્વ દિગ્ગજ નેતા અને ડભોઇના પૂર્વ ધારાસભ્ય આજરોજ કોંગ્રેસનો ખેસ ધારણ કરી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે.


( રિપોર્ટ -નિમેષ સોની, ડભોઈ)

પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયથી પાર્ટીમાં જોડાયા
ડભોઇ - દભૉવતીના ભાજપના પૂર્વ દિગ્ગજ નેતા, પૂર્વ ધારાસભ્ય, સ્થાનિક અગ્રણી અને મોટાગજાના પાટીદાર નેતા બાલકૃષ્ણભાઈ પટેલે ( ઢોલાર ) આજરોજ અમદાવાદમાં આવેલ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતેથી કોંગ્રેસનો ખેસ ધારણ કરેલ છે. આમ, પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, અર્જુનભાઈ મોઢવાડીયા, મનીષભાઈ દોશી, ડભોઈના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સિધ્ધાર્થભાઈ પટેલ સહિતના વિવિધ આગેવાનોની ઉપસ્થિતિમાં બાલકૃષ્ણ ભાઈ પટેલ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે.

આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં ઉમેદવાર બનાવવાની ગણત્રીઓ

જેથી ડભોઇ વિધાનસભા બેઠક ઉપર એક મોટો અપસેટ સર્જાશે તેવી ગણત્રી રાજકીય પંડિતો માંડી રહયાં છે. હાલ ચર્ચાઓ ચાલી રહી છે કે, આવનારી વિધાનસભાની ચૂંટણીઓમા કોંગ્રેસ પાર્ટી બાલકૃષ્ણભાઈને ઉતારી પાટીદાર કાર્ડ ખેલી આ બેઠક જીતવા માટે એડીચોટીનું જોર લગાવશે. જેથી આવનાર સમય માટે રાજકીય પંડિતો નવેસરથી રાજકીય ગણિત માંડવાના કામે લાગી ગયાં છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon