શ્રી દાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ પડધરી ખાતે ભુતપૂર્વ વિદ્યાર્થીઓના સંગઠનની બેઠકનું આયોજ્ન કરવામાં આવ્યું - At This Time

શ્રી દાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ પડધરી ખાતે ભુતપૂર્વ વિદ્યાર્થીઓના સંગઠનની બેઠકનું આયોજ્ન કરવામાં આવ્યું


તારીખ 31 જાન્યુઆરી શુક્રવારના રોજ કવિ શ્રી દાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ પડધરી ખાતે ભુતપૂર્વ વિદ્યાર્થીઓના સંગઠનની બેઠકનું આયોજ્ન કરવામાં આવેલ હતું. જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ હતા. કાર્યક્ર્મની શરૂઆત એલ્યુમની એસોસીએશનની જવાબદારી સંભાળતા ડો. રાજીબેન એસ. વાઘ એ વિદ્યાર્થીઓને આવકારી કરી હતી. તેમજ ભુતપૂર્વ વિદ્યાર્થીઓ એ સંસ્થાની અમૂલ્ય મૂડી છે. એમને સંસ્થાના સંપર્કમાં રહેવા સૂચન કરેલ. કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડો. કે. જી. છાયા એ વિદ્યાર્થીઓને ઉમળકાપૂર્વક આવકાર્યા હતા અને એમના વ્યવસાયિક અને શૈક્ષણિક પ્રગતિ જોઈ આનંદ વ્યક્ત કર્યો હતો. અને વિદ્યાર્થીઓ દ્વારા સમાજ ને મદદરૂપ થાય તેવા કાર્યો કરવા સૂચન કરેલ. તેમનો ડેટા NAAC માં ખુબજ ઉપયોગી હોય છે જેથી એમની કોલેજ પૂર્ણ થયા પછીની કોઈ શૈક્ષણિક કે વ્યવસાયિક સિધ્ધિઓ પ્રાપ્ત કરેલ હોય તો તેમની વિગતો સતત અદ્યતન કરવા વિશે ભાર મૂક્યો હતો. તેમજ વિદ્યાર્થીઓનો પરિચય મેળવી એમને સારા ભવિષ્ય માટે માર્ગદર્શન આપેલ. આ કાર્યક્ર્મની આભારવિધિ ડો. દિપાલીબેન અગ્રાવત એ કરેલ. જૂના વિદ્યાર્થીઓ પણ બધા અધ્યાપકોને મળી કોલેજની નવી સુવિધાઓ જોઈ ખૂબ ખુશ થઈ, કોલેજ સાથેના જૂના સંસ્મરણો તાજા કરી ચા નાસ્તો કરી છૂટા પડ્યા હતા. આ સમગ્ર કાર્યક્ર્મનું આયોજન પ્રિન્સિપાલ શ્રી ડો. કે. જી. છાયાના માર્ગદર્શન હેઠળ એલ્યુમની કમિટીના સભ્ય ડો. બી. જે. ચૌહાણ અને ડો. કુસુમબેન ચોટલીયા તેમજ સમગ્ર કોલેજ પરિવારના સહકારથી કરવામાં આવેલ હતું.

રિપોર્ટર - નિખીલ ભોજાણી


9998680503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image