ઇડર ખાતે જિલ્લા શિક્ષણધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને માતૃશક્તિ સંમેલન યોજાયું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/nohnihekbkq4y4ii/" left="-10"]

ઇડર ખાતે જિલ્લા શિક્ષણધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને માતૃશક્તિ સંમેલન યોજાયું


*ઇડર ખાતે જિલ્લા શિક્ષણધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને માતૃશક્તિ સંમેલન યોજાયું*
**********
*ભારતીય સંસ્કૃતિમાં નારી શક્તિનું અનેરું મહત્વ છે.*
- જિલ્લા શિક્ષણાધિકારીશ્રી
*****

સાબરકાંઠા જિલ્લામાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ - મહિલા સંવર્ગ દ્વારા આયોજિત માતૃશક્તિ સંમેલન શિક્ષણાધિકારીશ્રી મીતાબેન ગઢવીની અધ્યક્ષતામાં પાવાપુરી ઇડર ખાતે યોજાયું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં નારી શક્તિનું અનેરું મહત્વ છે. માતૃશક્તિની સહભાગીતાથી સમગ્ર સમાજનું નિર્માણ શક્ય બન્યું છે.નારી અબળા અહીં પણ સબળા છે. ઘર, સમાજ અને દેશમાં નારીશક્તિનું ખુબ મોટુ યોગદાન છે.

આ કાર્યક્રમના મુખ્ય વક્તા બ્રહ્મકુમારી વર્ષાબેનને જણાવ્યું હતું કે જીવનમાં આધ્યાત્મ થકી સાચું સુખ મેળવી શકાય છે. ધાર્મિક માર્ગે અમે જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છીએ. જયારે શિક્ષક દ્વારા દેશના ભાવિનું ઘડતર થઇ રહ્યું છે. રાષ્ટ્રના ઉન્નત નિર્માણ માટે શિક્ષકોનો મહત્વનો ફાળો છે.

આ માતૃશક્તિ સંબેલનમાં ભારત શિક્ષણમંત્રાલય, નેશનલ બુક ટ્રસ્ટ અંતર્ગત પી. એમ. યુવા મેન્ટોર સ્કીમ વિજેતા શ્વેતા પટેલુંનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેનશ્રી રમીલાબેન પટેલ,જિલ્લા શૈક્ષિક મહાસંઘ પ્રમુખશ્રી ગીરીશભાઈ ભટ્ટ,નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અલકાબેન નિનામા, શૈક્ષિકસંઘના ધરતીબેન સુથાર, સહમંત્રીશ્રી શ્વેતાબેન પટેલ, વિદ્યાબેન કુલકર્ણી, ફાલ્ગુની રાઠોડ અને જિલ્લા શૈક્ષિકસંઘના શિક્ષણગણ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]