ઇડર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ 6 હજારની લાંચ લેતા ACB ના છટકામા ઝડપાયો
ઇડર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલને ACB એ 6 હજારની લાંચ લેતા ઝડપી લિધો
*એ.સી.બી ની લાંચિયા પોલીસ કર્મી વિરુધ્ધ સફળ કામગીરી*
એક ફરીયાદી જાગૃત નાગરિક અગાઉ દારૂનો ધંધો કરતો હતો જેથી ઇડર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતો આરોપી હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણસિંહ જોરુસિંહ દેવડા એ આજથી દસ દિવસ પહેલા ફરિયાદી જાગત નાગરિક ને ઘરે ગયેલ અને દારૂનો ધંધો કરવા માટે હપ્તાની માંગણી કરેલ તેમજ અગાઉનો કેસ નહી બતાવવા માટે કુલ રૂ. ૬ હજારની માંગણી કરેલ હતી તેમજ આ લાંચની રકમ આરોપીએ ફરિયાદીના કુટુંબી ભાઇ મારફતે માગેલ હતી જે લાંચની રકમ ફરિયાદી જાગૃત નાગરિક આપવા માંગતા ન હતા જેથી ફરિયાદી જાગૃત નાગરિકે એસીબી ટોલ ફ્રી નંબર ૧૦૬૪ નો સંપર્ક કરી સાબરકાંઠા એ.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલ જે ફરિયાદ આધારે સાબરકાંઠા એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.કે.ગમારે ઇડર ના ભીલોડા ત્રણ રસ્તા ખાતે આવેલ સાંઇરામ પાન પાલૅર આગળ છટકુ ગોઠવતા છટકા દરમ્યાન હે.કો. લક્ષ્મણસિંહ જોરુસિંહ દેવડા એ ફરિયાદી જાગૃત નાગરિક ના ભાઇ સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના રૂ. ૬ હજાર માંગી સ્વિકારી લાંચના નાણા સાથે સ્થળ ઉપર એ.સી.બી એ હે.કો. લક્ષ્મણસિંહ ને ઝડપી આગળની કાયૅવાહી હાથ ધરી હતી.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા બ્યુરો)
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.