ધંધુકામાં બિરલા હાઈસ્કૂલના 136 વર્ષ પૂર્ણ થતા ભૂતપૂર્વ વિધાર્થી સંમેલન યોજાશે. - At This Time

ધંધુકામાં બિરલા હાઈસ્કૂલના 136 વર્ષ પૂર્ણ થતા ભૂતપૂર્વ વિધાર્થી સંમેલન યોજાશે.


ધંધુકામાં બિરલા હાઈસ્કૂલના 136 વર્ષ પૂર્ણ થતા ભૂતપૂર્વ વિધાર્થી સંમેલન યોજાશે.

ધંધુકામાં ધંધુકા તાલુકા કેળવણી મંડળ સંચાલિત ધી બિરલા એન્ડ હરજીવનદાસ હાઈસ્કૂલના 136 વર્ષ પૂર્ણ થતા ભૂતપૂર્વ વિધાર્થી સંમેલન યોજાનાર છે.

અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર ખાતે આવેલ ધંધુકા તાલુકા કેળવણી મંડળ સંચાલિત ધી બિરલા એન્ડ હરજીવનદાસ હાઈસ્કૂલ ધંધુકા ખાતે આગામી 22 ડિસેમ્બરે ભૂતપૂર્વ વિધાર્થી સંમેલન યોજાનાર છે જેમાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર ભૂતપૂર્વ વિધાર્થીનું સ્વાગત કરવામાં આવશે તેમના ભૂતકાળના સંસ્મરણો વાગોળવામાં આવશે. કાર્યક્રમની રૂપરેખામાં સવારથી જ મહેમાનો અને ભૂતપૂર્વ વિધાર્થીનું સ્વાગત કરવામાં આવશે તે પછી દીપપ્રાગટ્ય કરી ભૂતપૂર્વ વિદ્યાર્થીનું સંમેલન શરુ કરવામાં આવશેને અંતે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્ય અધ્યક્ષ પ્રફુલભાઈ પાનશેરિયા રાજ્ય કક્ષાના મંત્રી, મુખ્ય મહેમાન ચંદુભાઈ શિહોરા સાંસદ સુરેન્દ્રનગર, કાળુભાઇ ડાભી ધારાસભ્ય ધંધુકા, કૃપાબેન જહાં જિલ્લા શિક્ષણાધિકારીઓ અમદાવાદ ગ્રામ્ય તેમજ વિધાસાગર એડિશનલ કલેક્ટર ધંધુકા વગેરે ઉપસ્થિત રહેશે.

રિપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.