ચાલુ નાણાકીય વર્ષમાં મોંઘવારી ઘટવાની શક્યતા નહીવત ઃ દાસ

ચાલુ નાણાકીય વર્ષમાં મોંઘવારી ઘટવાની શક્યતા નહીવત ઃ દાસ


મુંબઇ,
તા. ૫દેશમાં રટેલ ફુગાવો તેની ટોચે આવી ગયો છે  અને વર્તમાન નાણાં વર્ષમાં તે ૬.૭૦ ટકા જળવાઈ
રહેશે જે હજુપણ રિઝર્વ બેન્કની ૬ ટકાની મર્યાદા કરતા વધુ છે, એમ રિઝર્વ
બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)ની બેઠક બાદ જણાવ્યું
હતું.રિટેલ ફુગાવો તેની એપ્રિલની ટોચેથી સાધારણ નરમ પડયો છે, પરંતુ તે હજુપણ
ઊંચો છે. વૈશ્વિક નાણાં બજારમાં વોલેટિલિટીની અસર ઘરઆંગણેની નાણાં બજારો પર અસર
કરી રહી છે.  દેશમાં બહારી પરિબળોને પગલે
ફુગાવો ઊંચો રહે છે. વર્તમાન નાણાં વર્ષના બીજા અને ત્રીજા ત્રિમાસિક ગાળામાં
ફુગાવા રિઝર્વ બેન્કની ૬ ટકાની ઉપલી મર્યાદા કરતા વધુ રહેશે જે મધ્યમ ગાળે વિકાસને
બ્રેક મારી શકે છે, એમ દાસે
ઉમેર્યું હતું. વર્તમાન નાણાં વર્ષના બીજા ત્રિમાસિકમાં ૭.૧૦ ટકા તથા
ત્રીજામાં ૬.૪૦ ટકા રહી ફુગાવો ચોથા ત્રિમાસિકમાં ૫.૮૦ ટકા રહેવા ધારણાં છે. આગામી
નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ફુગાવો ઘટી પાંચ ટકા પર આવી જવાની રિઝર્વ બેન્ક
અપેક્ષા રાખે છે. ૨-૬ ટકાની બેન્ડ સાથે રિટેલ ફુગાવો ૪ ટકા જાળવવાની રિઝર્વ
બેન્કની જવાબદારી છે. ક્રુડ તેલના પ્રતિ બેરલ સરેરાશ ૧૦૫ ડોલરના ભાવ  તથા વર્તમાન વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની
ધારણાં વચ્ચે વર્તમાન નાણાં વર્ષના ફુગાવાને સ્તરને જાળવી રખાયું છે, એમ પણ ગવર્નરે
ઉમેર્યું હતું.    

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »