ભાવસિંહજી હોસ્પિટલની બહાર યોજાયું મહા સફાઈ અભિયાન
હોસ્પિટલે દાખલ થતા દર્દીઓ અને શ્રાવણ મહિના અનુસંધાને ભુતનાથ મહાદેવના મંદિરે આવતા શિવભક્તો ને વેઠવી પડતી હેરાનગતિ નો ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની તાલુકા બ્રાન્ચના ચેરમેનની જહેમત થી લવાયો અંત
પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓ અને ભૂતનાથ મહાદેવ મંદિરે જતા ભક્તો હોસ્પિટલ અને મંદિર કમ્પાઉન્ડની ગંદકીથી ત્રાહિમામ હતા અને રોગચાળોનો ભોગ વધુ બને તેવી શક્યતા હોવાથી પોરબંદરની ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની તાલુકા બ્રાન્ચ દ્વારા તે અંગે નગરપાલિકાના તંત્રનું ધ્યાન દોરવામાં આવતા મહા સફાઈ અભિયાન યોજવામાં આવ્યું હતું.
આજ રોજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા બ્રાન્ચ ના ચેરમેન શ્રી રામદેવ ભાઈ મોઢવાડિયા એ ભાવસિંહજી જનરલ હોસ્પિટલ સામે આવેલ ભૂતનાથ મહાદેવ મંદિર ના પટાંગણ માં આવેલ બગીચા માં ખુબજ ગંદકી અને કચરો હોય જે શ્રી રામદેવ ભાઈ મોઢવાડીયા ના ધ્યાને આવતા તેમણે તાત્કાલિક નગરપાલિકા ના ચીફ ઓફિસર ને જાણ કરતા ચીફ ઓફિસર શ્રી એ સફાઈ કામદાર ની ટીમ મોકલી અને સફાઈ કરાવી આપી ગંદકી ના કારણે મચ્છર નો ઉપદ્રવ હોવાને કારણે મહાદેવ ના મંદિરે આવતા દર્શનાર્થીઓ અને હોસ્પિટલ એ આવતા દર્દીઓ તેમજ તેમના સગા વ્હાલાઓને ગંદકી અને મચ્છર ના કારણે રોગચાળો ન ફેલાઇ તે માટે રામદેવ ભાઈ મોઢવાડીયા એ સફાઈ કરાવી આપેલ આ સરાહનીય કાર્ય બદલ શ્રી રામદેવ ભાઈ નો બધા એ ખુબ ખુબ આભાર માનેલ તે સિવાય ભૂતનાથ મંદિર ના રોડ ઉપર આવેલ ભૂર્ગભ ગટર ભરાઈ ગયેલ હોવાથી તેમાં પણ જેટિંગ મરાવી આપેલ તેથી શિવભક્તો અને હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓ સહિત તેમના સ્વજનોએ રામદેવભાઈ મોઢવાડિયા નો આભાર માન્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.