સાબરકાંઠા જિલ્લા ઇડર. ઈક્કો ગાડીની અંદર વિદેશી દારૂ લઈને વિજયનગર ત્રણ રસ્તાથી ગંભીરપુરા થઈ ઈડર તરફ આવતા ઇક્કો ગાડી માં ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા ઇંગ્લીશ દારૂ તથા ઇક્કો ગાડી પકડી પાડતી ઇડર પોલીસ - At This Time

સાબરકાંઠા જિલ્લા ઇડર. ઈક્કો ગાડીની અંદર વિદેશી દારૂ લઈને વિજયનગર ત્રણ રસ્તાથી ગંભીરપુરા થઈ ઈડર તરફ આવતા ઇક્કો ગાડી માં ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા ઇંગ્લીશ દારૂ તથા ઇક્કો ગાડી પકડી પાડતી ઇડર પોલીસ


સાબરકાંઠા જિલ્લા ઇડર પોલીસે ઇક્કો ગાડી પકડી પાડતી ઇડર પોલીસ ઈક્કો ગાડીની અંદર વિદેશી દારૂ લઈને વિજયનગર ત્રણ રસ્તાથી ગંભીરપુરા થઈ ઈડર તરફ આવતા
નાયબ પોલીસ મહાનિરીક્ષક સા શ્રી વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર રેન્જ ગાંધીનગર તથા વિજય પટેલ પોલીસ અધિક્ષક સા શ્રી સાબરકાંઠા- હિંમતનગર નાઓએ પ્રોહી-જુગાર ની પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે રીતે અસરકારક કામગીરી કરવા સારૂ આપેલ સુચના આપેલ હોઈ જે અનુસંધાને સ્મિત ગોહીલ નાયબ પોલીસ અધિક્ષક સા.શ્રી ઇડર વિભાગ ઇડર નાઓના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ સી.જી.રાઠોડ નાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસો આ દિશામાં સતત વોચ રાખી કાર્યરત રહેવા સુચના આપેલ જે સુચના અધારે આજરોજ ઇડર પોલીસ સ્ટેશન વિસ્તાર માં સર્વેલન્સ સ્ટાફના માણસો પ્રોહિ વોચમાં ભિલોડા ત્રણ રસ્તા પાસે હાજર હતા તેવામાં બાતમી રાહે હકિકત મળેલ કે એક એક ઈક્કો ગાડીમાં બે ઈસમો બેઠેલ હોય અને તેઓ બન્ને ઈક્કો ગાડીની અંદર વિદેશી દારૂ લઈને વિજયનગર ત્રણ રસ્તાથી ગંભીરપુરા થઈ ઈડર તરફ આવતા હોય તેવામાં ગંભીરપુરા તરફથી એક સફેદ કલરની ઈક્કો ગાડી આવતી હોય. જેથી ભિલોડા ત્રણ રસ્તા ખાતે રોડ ઉપર આડાશ ઉભી કરાવી ઈક્કો ગાડીને રોડ ઉપર ઉભી રાખતાં ગાડી તથા ગાડી ના ચાલક એમ બન્ને ઇસમોને પકડી પાડેલ અને સદરી ઇક્કો ગાડીમાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટ ઇન્ગીંશ (વિદેશી) દારૂની નાની મોટી બોટલો નંગ-૨૫૨ ની જે કુલ પ્રોહી મુદ્દામાલ કિ.રૂા.૪૪,૧૬૦/- નો વગર પાસ પરમીટનો તથા મારુતી સુઝુકી કંપનીની ઈક્કો ગાડી નંબર.જી.જે.૨૪.એ.૯૬૮૭ ની કી.રૂા.૩,૦૦,૦૦૦/- જે કુલ કિ.રૂા.૩,૪૪,૧૬૦/- નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે લઈ ઈડર પોલીસ સ્ટેશને પ્રોહિ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.તા.૦૪-૦૧-૨૦૨૪


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image