વિરપુર તાલુકાના ખરોડ ગ્રામ પંચાયતના ગામોમાં રાત્રિ દરમ્યાન અપાતો વીજ પુરવઠો દિવસે આપવાની માંગ સાથે ખેડૂતોએ MGVCL કચેરી ખાતે આવેદન આપ્યું…
મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના ખરોડ ગ્રામ પંચાયતના વિસ્તારોમાં રાત્રિ દરમ્યાન અપાતો ખેતી માટેનો વીજ પુરવઠો દિવસે આપવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતોએ ફરી એકવાર વિરપુરની MGVCL કચેરીએ આવેદન પત્ર આપી ઉગ્ર રજૂઆત કરી છે..
વિરપુર તાલુકામાં ચોમાસુ સીઝન પૈકી ખેડૂતોએ સૌથી વધુ મકાઈ કપાસ ઘાસચારો સહિતના અન્ય પાકોનું વાવેતર કર્યું છે ત્યારે બીજી તરફ તાલુકામાં નહિવત્ વરસાદના લીધે પાકને પાણી પિયતની જરૂરિયાત ઉભી થઇ છે ત્યારે વીજ વિભાગ દ્વારા રાત્રી સમયે વીજ પુરવઠો આપવામાં આવી રહ્યો છે જેથી ખેડૂતોને રાત્રીના સમયે ઉજાગરા, શિયાળામાં કડકડતી ઠંડી સહન કરી પાણી વાળવા મજબુર બનવું પડી રહ્યું છે તો બીજી તરફ રાત્રીના સમયે જંગલી જાનવરોનો પણ ભય હોય છે જેથી ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે જેના કારણે દિવસે વીજળી આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે, ત્યારે અગાઉ તાલુકાના ખાંટા દાંતલા કોયડમ,ડેભારી,ચીખલી સહિતના ગામોના ૨૦૦ થી વધુ ખેડૂતોએ એકત્ર થઇ MGVCL કચેરીએ આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી તેમ છતાં આજદિન સુધી વિજ પુરવઠો દિવસે આપવામાં આવી નથી રહ્યો આગાઉ તાલુકાના ગામોમાં છેલ્લા કેટલાક સમયથી રાત્રી સમયે માનવભક્ષી પ્રાણીઓ ફરતા હોય છે અત્યાર સુધીમાં અનેક પશુઓનું પણ મારણ કર્યું છે ત્યારે લોકો ભયના ઓથાર નીચે રાત્રી સમયે ખેતરોમાં જતા ડરી રહ્યા છે તેવામાં રાત્રી સમયે અપાતો વીજ પુરવઠો જોખમી બની રહ્યો હોવાનો ખેડૂતોમાં વસવસો છે ત્યારે આવનારા દિવસોમાં દિવસે વિજ પુરવઠો આપવા આવે તેવી ખેડૂતોની માંગ સાથે વિરપુરની એમજીવીસીલ કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યું હતું...
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.