કેશોદ પોલીસ અંધારામાં રહી લાખ્ખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો  - At This Time

કેશોદ પોલીસ અંધારામાં રહી લાખ્ખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો 


કેશોદના સોંદરડા જીઆઈડીસી વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી સ્ટેટ મોનિટરીંગ સ્કવોડ

દિવાળીના તહેવારમાં વિદેશી દારૂની સપ્લાય થાય તે પહેલા દારૂના ધંધાર્થીની દિવાળી બગડી!!!! 

કેશોદ વિસ્તારમાં  વિદેશી દારૂનો મોટો જથ્થો હોવા છતાં કેશોદ પોલીસ અજાણ??? 

  

કેશોદ શહેર તાલુકાભરમાં દેશી વિદેશી દારૂના હાટડા ધમધમી રહ્યા હોવાની અખબારી યાદી થોડા સમય પહેલાં પ્રસિદ્ધ કરવામાં આવી હતી છતાં પોલીસ તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી ન કરવામાં આવતા દારૂના ધંધાર્થીઓને મોકળું મેદાન મળી ગયુછે શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં પણ દેશી વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યુંછે જેને ડામવા કેશોદ પોલીસ નિષ્ફળ રહી હોય તેવું લાગી રહ્યુંછે 

તાજેતરમાં  કેશોદના સોંદરડા ગામે આવેલ જી.આઇ.ડી.સી. માં સર્વે નં.૧૨૫/૧ પૈકી પ્લોટ નં.૦૧ માં બનાવેલ ગોડાઉનમાં આવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવતો હોવાની માહિતી મુજબ સ્ટેટ મોનિટરીંગ સેલ ગુજરાત રાજય

ગાંધીનગર નાં કે.બી.તરાર પો.સ.ઇ. સહિતની ટીમ દ્વારા રેડ કરતાં માહિતી વાળી જગ્યાએ ભારતીય બનાવટના વિદેશી દારૂની કાચની બોટલો જુદી જુદી બ્રાન્ડ નો કુલ નંગ-૬૭૯૬, કુલ કિમત રૂ.૨૮,૫૦,૯૪૫/- તથા મોબાઇલ નંગ-૦૨, કિ.રૂ.૫,૫૦૦/- તથા વાહન નંગ-૦૩, કિ.રૂ.૧૨,૩૦,૦૦૦/- તથા કોલસો ૧૧૯૮૦ કિલો, કિ.રૂ.૫૯,૯૦૦/- મળીને કુલ મુદ્દામાલ કિ.રૂ.૪૧,૪૬,૩૪૫/- ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન સ્થળ ઉપર દારૂના જથ્થા સાથે બે આરોપીઓ ની અટકાયત કરવામાં આવી છે ત્યારે ન પકડાયેલ આરોપીઓએ પોતાના આર્થિક ફાયદા સારૂ પાસ-પરમીટ વગર ગેર કાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂના વેચાણ અર્થે દારૂનો જથ્થો મંગાવી પોતાના કબ્જામાં રાખી, વેચાણ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે નવ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે અને બે આરોપીઓ પકડાયા છે ત્યારે સાત શખ્સો ને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. સાત શખ્સો જે તપાસમાં બહાર આવેલા છે તેઓ દ્વારા વિદેશી દારૂનો જથ્થો પુરો પાડી, ગુજરાત રાજયમાં દારૂની હેરાફેરી કરી / કરાવી, સંગ્રહ કરી / કરાવી, વેચાણ કરી / કરાવી ગુન્હો કરવામાં એકબીજાને મદદગારી કરી, કાવતરૂ રચી ગુન્હો કરતાં કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે જેમાં સોગારામ રતનારામ બિશ્નોઇ, રહે.કોટડા, ખીસડોકી ધાણી, તા.રાણીવાડા, જી.ઝાલોર, રાજસ્થાન,મનોહરલાલ ચુનીલાલ બિશ્નોઇ, રહે.ભાટીપ ગામ, તા.રાણીવાડા, જી.ઝાલોર, રાજસ્થાન ઝડપાયેલા છે અને 

નહી પકડાયેલ આરોપીઓ

વોન્ટેડ આરોપીઓ યોગેશભાઇ રગાભાઇ જયસવાલ, રહે સ્વામીવાસ સેરપુરા બનાસકાઠા અથવા અશોક ફોજી ઉર્ફે અશોક માજું રામસીંગ બિશ્ર્નોઇ, હાલ રહે.સાચોર ગામ, તા.સાચોર, જી.ઝાલોર, મુળ રહે.કરાડા, તા.રાણીવાડા, જી.ઝાલોર, ટ્રક નં.GJ 12 Z 2450 નો ચાલક,

ટ્રક નં.GJ 12 Z 2450 નો માલિક,ગાડી નં.GJ 36 V 0850 નો ચાલક,એકટીવા નં.GJ 11 CJ 0202 નો ચાલક દારૂનો જથ્થો ઉતારવા યોગેશે બોલાવેલ ત્રણ માણસો,દારૂનો જથ્થો ભરી મોકલનાર તથા પોલીસ તપાસમાં નીકળે તે તમામ વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશન નાં પોલીસ ઇન્સ્પેક્ટર બી બી કોળીએ તપાસ હાથ ધરીછે

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ વિદેશી દારૂના મોટા જથ્થાઓ પકડેય હોય છતાં દારૂના ધંધાર્થી બેરોકટોક વેચાણ કરી રહ્યા હોય જે બાબતે જાણે કેશોદ પોલીસ અજાણ હશે?? કે મીઠી નજર હેઠળ વેચાણ થતું હશે?

સોંદરડા જીઆઈડીસી વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો ત્યારે સ્થાનિક પોલીસ તંત્રની નિષ્ફળતા અનેક સવાલો ઉભા કરી રહીછે ત્યારે આગામી દિવસોમાં દારૂના ધંધાર્થીઓ સામે પોલીસ તંત્ર કડક વલણ અનાવશે કે રાબેતા મુજબ દારૂનો વેપલો ચાલુ જ રહેશે એ તો આવનારો સમય જ બતાવશે પણ હાલ દારૂનો ઝડપાયેલ મોટો જથ્થો કેશોદ તાલુકાભરમાં ચર્ચાનો વિષય બન્યો છે 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon