માળીયા તાલુકાના ખાખરેચી ગામમાં ધમધમતા દેશી દારૂ નાં હાટડાઓ બંધ કરાવવા લોક માંગ ઊઠી છે - At This Time

માળીયા તાલુકાના ખાખરેચી ગામમાં ધમધમતા દેશી દારૂ નાં હાટડાઓ બંધ કરાવવા લોક માંગ ઊઠી છે


ગાંધીના ગુજરાતમાં દમ વગરની દારૂબંધી ખાખરેચીમાં બેલગામ

ખાખરેચી ગામમાં પુષ્પાના વહેમમાં ફરતા દેશી દારૂડીયા પોલીસ સામે ક્યારે ઝુકશે પોલીસની ધાકને કાટ લાગી ગયો હોય તેવો તાલ

માળીયામિંયાણાના ખાખરેચી ગામમાં દેશીદારૂના હાટડા ક્યારે બંધ થશે છાશવારે ધમાલ કરતા દારૂડીયાઓને પોલીસ ક્યારે કાયદાનુ ભાન કરાવશે પાસાનુ શસ્ત્ર ઉગામી કાયદાના પાઠ ભણાવવા માંગ ઉઠી રહી છે

માળીયામિંયાણાના ખાખરેચી ગામમાં ધમધમતા દેશી દારૂના હાટડાઓ બંધ કરાવવા લોકમાંગ ઉઠી રહી છે માળીયા પોલીસની હદમાં આવતા ખાખરેચી ગામમાં બુટલેગરો બેફામ બની છાશવારે ગામમાં ધમાલ કરતા હોવાની રાવ ઉઠી છે સાંજ પડે ને દેશી કોથરીયા પોતાના લખણ ઝળકાવતા હોવાથી બહેનો દિકરીઓને બહાર નીકળવુ મુશ્કેલ બની ગયુ છે જેમા દેશી પીને દારૂડીયો પુષ્પાના વહેમમાં સાલા ઝુકેગા નઈ જેવો તાલ સર્જી ગામ ગાંડુ કરતા હોવાની રાવ ઉઠી છે જેથી સ્થાનીક લોકો દ્વારા વારંવાર રજુઆત કરી હોવા છતા પોલીસની મીઠીનજર તળે દારૂડીયા બેકાબુ બની પોતાની મોજમાં મશગુલ થઈને આમ જનતાને પરેશાન કરતો હોવાની રાવ ઉઠી છે વધુમાં દેશી દારૂડીયા ગામને પોતાના પિતાજીનો બગીચો સમજી બેફામ બિભત્સ ગાળો બોલી ધમાલ કરી દાદાગીરી પર ઉતરી આવી લોકોને હેરાન પરેશાન કરતા હોય જેથી વહેલી તકે આવા લુખ્ખા તત્વોને કાયદાનું ભાન કરાવી બુટલેગરોને શાનમાં સમજાવી હવામાં ઉડતા તત્વો પર લાલઆંખ કરવા માંગ ઉઠી છે જો આગામી દિવસોમાં બેલગામ રહેલા દારૂડીયા અને ધમધમતા દેશીદારૂના હાટડા બંધ નહી થાય તો ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવાનુ પણ જાણવા મળ્યું છે વધુમાં દેશી દારૂના વ્યવસાય સાથે જોડાયેલા બુટલેગરો ઉપર પોલીસ પકડ ન રહેતી હોય તેવા બુટલેગરો સામે પાસાનુ શસ્ત્ર ઉગામવા પણ લોકમાંગ ઉઠી રહી છે અન્યથા ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલના કડક અધિકારી દ્વારા જાહેર કરેલ નંબર ઉપર પણ આ બાબતે જાણ કરવા પણ ગ્રામજનોએ તૈયારી બતાવી છે જેથી આગામી સમયમાં ખાખરેચી ગામમાં ફાટીને ધુમાડે ગયેલા દેશી દારૂડીયા અને બેલગામ બનેલા બુટલેગરોને કાયદાનું ભાન નહી કરાવવામાં આવે અને ધમધમતા દેશી દારૂના હાટડા પર પોલીસ તવાઈ નહી બોલાવે તો ઉચ્ચ કક્ષાએ રજુઆત થવાના સંકેત જોવા મળી રહ્યા છે

રીપોર્ટર ગફાર પલેજા
માણાબા 9664740832


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon