ગુજરાતી ફિલ્મ "કમઠાણ" કલાકારો ની હાજરીમાં કોનપ્લેક્સ સિનેમા ખાતે આયોજન કરવામાં આવ્યું - At This Time

ગુજરાતી ફિલ્મ “કમઠાણ” કલાકારો ની હાજરીમાં કોનપ્લેક્સ સિનેમા ખાતે આયોજન કરવામાં આવ્યું


*ગુજરાતી ફિલ્મ "કમઠાણ" કલાકારો ની હાજરીમાં કોનપ્લેક્સ સિનેમા ખાતે આયોજન કરવામાં આવ્યું.*

*ટાફ "ટ્રાવેલ - આર્ટ - ફન - ફેશન" ગ્રુપ ના સભ્યો અને જાણીતા ક્લાકરો ની હાજરીમા થયું આયોજન*

અમદાવાદ - ગુજરાત અને દેશમાં જાણીતા સિનેમાઘરનું વિશાળ નેટવર્ક ધરાવતાં કોનપ્લેક્સ સિનેમા વૈષ્ણોદેવી સર્કલ નજીક આવેલ સિનેમા ખાતે નેશનલ એવોર્ડ વિનર ફિલ્મ હેલ્લારો ના દિગ્દર્શક નિર્દેશક દ્વારા બનાવવામાં આવેલ પ્રખ્યાત નવલકથાકાર અશ્વિની ભટ્ટની વાર્તા પરથી બનાવવામાં આવેલ ગુજરાતી ફિલ્મ "કમઠાણ" નું એક ખાસ સ્ક્રીનિગ નું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદના અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલ એક ગ્રુપ "ટાફ" ના બેનર હેઠળ આ ફિલ્મ ના કલાકારો દર્શન જરીવાલા અને શિલ્પા ઠાકરની ઉપસ્થિતિ માં કરવામાં આવ્યું હતું.

ડીજીટલ સાઉન્ડ અને અદ્યતન ટેકનોલોજીની સુવિધાઓ ધરાવતું કોનપ્લેક્સ સિનેમા દરેક ફિલ્મો માટે દર્શકો માટેનું એક મનપસંદ સ્થળ બની રહ્યું છે.

ત્યારે હવે આ આધુનિક ટેકનોલોજીના સહયોગ સાથે ગુજરાતી ફિલ્મોને મહત્વ આપી દર્શકો સુધી વધારે માં વધારે પહોંચાડવામાં મદદરૂપ થવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ટાફ પરિવાર ના તન્મય શેઠના સહયોગ સાથે યોગેશ જીવરાની, ભૌમિકભાઈ અને અન્ય સભ્યો ના સાથ સહકાર સાથે જ દાસ ખમણ ના સ્વાદિષ્ટ નાસ્તા સાથે આ ફિલ્મને દર્શકોએ નિહાળી હતી.

"કમઠાણ" જેવી ગુજરાતી સાહિત્ય પર બનાવવામાં આવેલી ફિલ્મને વધુમાં વધુ દર્શકો સુધી પહોંચાડવા માટે ફિલ્મના જાણીતા કલાકાર દર્શન જરીવાલા એ સીનેમાઘર માં આવી સૌ પ્રેક્ષકોને આ ફિલ્મ જોવા અપીલ કરી હતી અને આપણી ગુજરાતી ફિલ્મોને એક ઉચ્ચ સ્તર પર પહોંચાડવાની વાત કરી હતી.

વિશાલ બગડિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.