રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં હાથમાં 8 ટાંકાનું 1 લાખ 60 હજાર બિલ આપતા વિવાદ સર્જાયો હતો.
રાજકોટ :- વોકહાર્ટ હોસ્પિટલે નાની સર્જરીમાં તોંતિગ બિલ ફટકારતા આ વિવાદ સર્જાયો છે. હેનિલ નામના બાળકની અકસ્માત સર્જાતાં તેમને વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં બાળકના હાથમાં માત્ર 8 ટાંકા લેવામાં આવ્યા હતા અને તેને 24 કલાક હોસ્પિટલમાં એડમિટ રાખવામાં આવ્યો હતો. હોસ્પિટલે હાથમાં 8 ટાંકાનું 1 લાખ 60 હજાર તોતિંગ બિલ આપ્યું હતું. એટલું જ નહી બાળક સાંજે એડમિટ થયું છતાં બીલમાં સવારના ચાર્જ લગાવવામાં આવ્યા હોવાનો દર્દીના પરિજનનો આક્ષેપ હતા. તે સિવાય સવારના સમયના ડોક્ટરની વિઝીટના ચાર્જીસ બીલમાં લગાવાયા હોવાના આક્ષેપ લગાવ્યા હતા. બાળકના દાદા વોકહાર્ટ હોસ્પિટલ સામે કાનૂની કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યા છે.
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
