આરટીઓ કચેરી મોડાસા ખાતે માર્ગ સલામતી સપ્તાહ 2025 ની ઉજવણી કરવામાં આવી. - At This Time

આરટીઓ કચેરી મોડાસા ખાતે માર્ગ સલામતી સપ્તાહ 2025 ની ઉજવણી કરવામાં આવી.


આરટીઓ કચેરી મોડાસા ખાતે માર્ગ સલામતી સપ્તાહ 2025 ની ઉજવણી કરવામાં આવી.

"વાહન ધીમે ચલાવો, ઘરે તમારી કોઈ રાહ જુએ છે” રાહ જોતા બાળકો અને પરિવારના સભ્યોના ચિત્રો વાળુ એ બેનર તો આપણે ઘણી જગ્યાએ જોયુ હશે. માર્ગ પર થતા અકસ્માતો અને મૃત્યુના કિસ્સાઓ નિવારવા અને લોકોને એ બાબતે જાગૃત કરવા માટે વિવિધ કાર્યક્રમો/અભિયાન ચલાવવામાં આવે છે.
અકસ્માત એ માનવસર્જિત આપદા છે, જેને યોગ્ય સાવચેતી રાખવામાં આવે તો જરૂરથી નિવારી શકાય છે. અકસ્માતમાં કોઈ વ્યક્તિ એકલો મૃત્યુ નથી પામતો, તેની સાથે જોડાયેલા અનેક સંબંધો પણ ભાંગી પડે છે. ક્યાંક નાના બાળકો અનાથ બની જાય છે તો ક્યાંક માતા-પિતાનો એક નો એક સહારો છીનવાઈ જાય છે. ઘડીભરમાં હસતો, ખિલ-ખિલાટ કરતો પંખીનો માળો વેરવિખેર થઈ જાય છે. આવા તો અનેક કિસ્સા આપણી સામે આવતા હોય છે. આવા કિસ્સાઓ રોકી શકાય છે, જરૂર છે માત્ર સાવચેતી અને જાગૃતિની.
માર્ગ સલામતી સપ્તાહ ૨૦૨૫ ના પ્રથમ દિવસે મોડાસા ખાતે આરટીઓ કચેરીમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ ઉદ્ઘાટનમાં આરટીઓ કચેરી મોડાસા ખાતે આરટીઓ અધિકારી શ્રી અજય ચૌધરી સર, શ્રી હર્ષ કનોજીયા સર, શ્રી સી.એમ. ઓઝા સર સહિત જિલ્લા ટ્રાફીક PI, શ્રી, ઇમરજન્સી સેવા ૧૦૮ ના જિલ્લા મેનેજરશ્રી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો અને રોડ સેફ્ટી ની શપથ લેવડાવવામાં આવી.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.