બાલાસિનોર S.T ડેપોમાં વિદ્યાર્થીઓ ને બસ પાસ કઢાવવા ધરમ ધક્કા... - At This Time

બાલાસિનોર S.T ડેપોમાં વિદ્યાર્થીઓ ને બસ પાસ કઢાવવા ધરમ ધક્કા…


બાલાસિનોર S.T ડેપોમાં વિદ્યાર્થીઓ બસ પાસ કઢાવવા ધરમ ધક્કા ખાવાનો વારો આવ્યો છે.જ્યારે વિદ્યાર્થીઓ બસ પાસ મેળવવા માટે ત્રણ-ચાર દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે. S.T બસ પાસ નહીં નીકળતા વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઇ રહ્યા છે. S.T વિભાગના કર્મચારી કનેક્ટિવિટી બરોબર ચાલતી નથી તેવું જણાવી રહ્યા છે.
બાલાસિનોર તાલુકામાં 44 ગામો આવેલા છે. ગ્રામ્ય વિસ્તાર ધરાવતો તાલુકો છે. હાલ દિવાળી વેકેશન પૂર્ણ થતા વિધાર્થીઓ અભ્યાસમાં લાગી ગયા છે અને ગામે ગામથી અભ્યાસ અર્થે વિદ્યાર્થીઓ S.T બસમાં બેસીને બાલાસિનોર તાલુકામાં આવે છે અમુક વિદ્યાર્થીઓ S.T બસમાં બહાર અભ્યાસ અર્થે પણ જાય છે.

જ્યારે બાલાસિનોર S.T ડેપોમાં વિદ્યાર્થીઓ બસ પાસ કઢાવવા માટે છેલ્લા ત્રણ ચાર દિવસથી ધર્મ ધક્કા ખાઈ રહ્યા છે. વાલીઓ પોતાન બાળકને લઈને આખો દિવસ લાઈનમાં બેસી રહેવાનો વારો આવે છે. ખાલી હાથે પાછા જવાનો વારો આવે છે. જેના બાળકોના અભ્યાસ સાથે વાલીઓને પેટ્રોલનો ખર્ચ પણ માથે S.T. બસનો પાસના નીકળતા વિદ્યાર્થીઓ સવારથી જ S.T ડેપોમાં પહોંચી જવું પડે છે. જ્યારે S.T. ડેપોમાં પાસ કઢાવવા માટે વિદ્યાર્થીઓની મોટી મોટી લાઈનો સવારથી લાગી જાય છે. વહેલી તકે બસ પાસ નીકળે તેવી વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે. S.T ડેપોના કર્મચારીના જણાવ્યા મુજબ, વિદ્યાર્થીઓ S.T બસ પાસ કઢાવવા માટે આવે છે પરંતુ કનેક્ટિવિટી બરોબર આવતી ના હોવાથી 15થી 20 વિદ્યાર્થીઓને બસ પાસે નીકળે છે. જેના લીધે મોટી મોટી લાઈનો લાગી જાય છે.


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.