વ્યાજખોરના ત્રાસથી કંટાળી યુવકે ઝેરી દવા પી લીધી, સારવારમાં - At This Time

વ્યાજખોરના ત્રાસથી કંટાળી યુવકે ઝેરી દવા પી લીધી, સારવારમાં


જામનગર રોડ પર રહેતાં મનીષભાઈ જેઠવાએ વ્યાજ ખોરના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બનાવ અંગે એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત મુજબ જામનગર રોડ ક્રાઈમ બ્રાન્ચ કચેરીની સામે રહેતાં મનીષભાઈ વિનોદભાઈ જેઠવા (ઉ.વ.35) તેઓ આજે બપોરના 12 વાગ્યાં આસપાસ જૂબેલી બગીચા પાસે હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી.
બાદ તેઓને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે જણાવ્યું કે યુવકે વ્યાજે પૈસા લીધા હતા.
જેનું વ્યાજ ચુકવી ન શકતાં વારંવાર વ્યાજ ખોર પૈસા માંગતા જેનાં ત્રાસથી કંટાળી આ પગલુ ભર્યુ હતુ.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.