શ્રીમતી એચ.બી.સંઘવી મહિલા આર્ટ્સ તથા કોમર્સ કોલેજ ખાતે ફેરવેલ ડે સમારંભ સુપેરે સંપન્ન - At This Time

શ્રીમતી એચ.બી.સંઘવી મહિલા આર્ટ્સ તથા કોમર્સ કોલેજ ખાતે ફેરવેલ ડે સમારંભ સુપેરે સંપન્ન


શ્રીમતી એચ.બી.સંઘવી મહિલા આર્ટ્સ તથા કોમર્સ કોલેજ ખાતે ફેરવેલ ડે સમારંભ સુપેરે સંપન્ન

શ્રીમતી એચ.બી. સંઘવી મહિલા આર્ટ્સ તથા કોમર્સ કોલેજ ખાતે બી.કોમ તથા બી. એ ત્રીજા વર્ષ ના બહેનો ને શુભેચ્છા સમારંભ ની ઉત્સાહપૂર્ણ વાતાવરણ માં સુપેરે સંપન્ન થયો. નગરપાલિકા માં ચૂંટાયેલ સેવિકા શ્રી અર્ચના બેન જોશી તથા માતૃ શક્તિ ગ્રુપ ના ઉપ પ્રમુખ શ્રી હેતલ બેન મેખિયા તથા સભ્ય શ્રી ચાંદની બેન સ્માર્ત તથા કોલેજ કેમ્પસ મેનેજર શ્રી રવિ ભાઈ વ્યાસ તથા કેમ્પસ ડાયરેક્ટર શ્રી ડો.જીગ્નેશ ભાઈ વાજા સાહેબ તથા કોલેજ પરિવાર ની હાજરીમાં દીપ પ્રાગટ્ય બાદ સમૂહ પ્રાર્થના બાદ મહેમાનો નું પુષ્પ ગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું.ત્યારબાદ કોલેજ પ્રિન્સીપાલ ડો.રીટા બેન રાવળ દ્વારા શાબ્દિક સ્વાગત તથા તૃતીય વર્ષ ના બહેનો ને ઉજ્જવલ ભાવિ નિર્માણ ની શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ.ત્યારબાદ કોલેજ ની વિવિધ પ્રવૃતિ માં ભાગ લેનાર તમામ બહેનો ને મહેમાનશ્રી ના વરદ હસ્તે શિલ્ડ તથા પ્રમાણપત્ર એનાયત કરવા માં આવેલ.શૈક્ષણિક સિદ્ધિ તથા ઇતર પ્રવૃતિ માં સિદ્ધિ મેળવનાર બહેનો ને શિલ્ડતથા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ.આ સાથે શ્રીમતી વિમળા બેન હરકિશન દાસ મહેતા કન્યા છાત્રાલય ,રાજુલા ના તૃતીય વર્ષ ના બહેનો ને પણ શુભેચ્છાઓ સાથે વર્ષ દરમ્યાન વિવિધ પ્રવૃતિ માં સિદ્ધિ મેળવનાર તમામ બહેનો ને પ્રોત્સાહિત કરવામાં આવેલ.કોલેજ તથા છાત્રાલય ની બહેનોં દ્વારા સુંદર રંગારંગ કાર્યક્રમ યોજાયો. જેમાં નૃત્યરાસ , અભિનય વગેરે કાબિલે દાદ રજૂ થયા.કોલેજ તથા છાત્રાલય ની બહેનો દ્વારા સુંદર સ્મૃતિ ભેટ કોલેજ ને અર્પણ કરી ઋણ ભાવ વ્યક્ત કર્યો.મહેમાનો દ્વારા આશિર્વચન પાઠવવામાં આવેલ.શ્રી ભગવતી બેન વડીયા એ આભાર દર્શન કરેલ.પ્રાધ્યાપકો દ્વારા જહેમત ઉઠાવી કાર્યક્રમ ને સફળ બનાવવામાં આવેલ.


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image