પવિત્ર ધનુર્માસ રવિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ દાદાને રંગબેરંગી સેવંતીના ફુલોનો શણગાર તેમજ શ્રીકષ્ટભંનજન દેવનું રાજોપચાર પૂજન કરાયું - At This Time

પવિત્ર ધનુર્માસ રવિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ દાદાને રંગબેરંગી સેવંતીના ફુલોનો શણગાર તેમજ શ્રીકષ્ટભંનજન દેવનું રાજોપચાર પૂજન કરાયું


સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.29-12-2024ને રવિવારના રોજ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને રંગબેરંગી સેવંતીના ફુલોનો શણગાર કરાયો છે.આજે સવારે શણગાર પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. દાદાને સેવંતીના ફુલોનો દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યો હતો. આ આરતીનો લ્હાવો મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો. આજે દાદાને વડોદરાથી આ ફુલ મંગાવેલ સેવંતીના ફુલોનો શણગાર કરાયો છે સિલ્કના વાઘા ફુલની ડિઝાઈન અને જરદોશી વર્ક કરાયું છે સાંજે 04:30 કલાકે શ્રી કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય રાજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું.દાદાને દિવ્ય શણગાર સાથોસાથ ફળ,પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવેલ, પુષ્પવર્ષા કરવામાં આવેલ, દાદાની દિવ્ય સંધ્યા આરતી 6:15 કલાકે પૂજારી સ્વામી (અથાણાવાળા)દ્વારા કરવામાં આવી હતી તેમજ મંદિર પરિસર દાદાના ભક્તોથી હકડેઠઠ ભરાઈ ગયું મોટી સંખ્યામાં હરિભક્તોએ અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો મહત્વનું છે કે શ્રી સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને રાજોપચાર પૂજા ઘણી વખત કરવામાં આવે છે ભગવાન શ્રી રામના સમર્પિત સેવક હનુમાનજી મહારાજ પણ એક રાજાની જેમ પોતાનાં ભક્તોના કષ્ટોને નિરંતર દૂર કરે છે, તેથી જ શ્રી સાળંગપુરધામમાં કોઈને કોઈ કારણસર રાજોપચાર પૂજન કરવામાં આવે છે જે ઉપચારથી રાજા પ્રસન્ન થાય છે તેને રાજોપચાર પૂજા કહે છે. શ્રી હનુમાનજી મહારાજ શાસ્ત્રોમાં પારંગત છે જેઓ વેદોના રહસ્યો જાણે છે, તેથી જ રાજોપચાર પૂજામાં ચાર વેદના મંત્રો સૌપ્રથમ હનુમાનજી મહારાજને સમર્પિતથાય છે ત્યાર બાદ પ્રાન્તિક ભાષામાં લખેલા શાસ્ત્રો, પુરાણો, ઉપનિષદો અને ગાનું પણ હૃદયપૂર્વક પાઠ કરવામાં આવે છે.જેમ રાજાને સંગીત અને નૃત્ય ગમે છે, તેવી જ રીતે હનુમાનજી મહારાજની સામે શાસ્ત્રીય સંગીત સહીત વિવિધ સંગીતનાં સાધનો વડે સંગીત રજૂ કરવામાં આવે છે અને નર્તકો પણ નૃત્ય કરીને હનુમાનજી મહારાજને પ્રસન્ન કરે છે વિવિધ વસ્ત્રો, આભૂષણો, સ્વાદિષ્ટ નૈવેદ્ય અને મંગલ નિરાજન પણ હનુમાનજી મહારાજને સમર્પિત છે. 100 કિલોથી વધુ ગુલાબની પાંખડીઓ સાથે શ્રી હનુમાનજી મહારાજના ફૂલની વર્ષા પણ જોવાલાયક બની જાય છે આ રીતે રાજોપહાર પૂજા આવતા ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે રાજોપચારપૂજન પવિત્ર તહેવારો, તિથી કે ઉત્સવ દરમ્યાન ઉજવવામાં આવે છે.ઘણી વખત ભક્તોના સંકલ્પ પ્રમાણે અનુકુળ તારીખોમાં પણ આ રાજોપચાર પૂજન કરવામાં આવે છે.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image