જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આર.કે.મહેતાની ઉપસ્થિતિમાં સાત વિધાનસભા બેઠકના ૧૮૪૫ મતદાન મથકો માટે EVM અને VVPATની  ફાળવણી - At This Time

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આર.કે.મહેતાની ઉપસ્થિતિમાં સાત વિધાનસભા બેઠકના ૧૮૪૫ મતદાન મથકો માટે EVM અને VVPATની  ફાળવણી


જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આર.કે.મહેતાની ઉપસ્થિતિમાં સાત વિધાનસભા બેઠકના ૧૮૪૫ મતદાન મથકો માટે EVM અને VVPATની  ફાળવણી

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ને સંદર્ભે ભાવનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ સ્તરે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આગામી ૭ મે રોજ મતદાન થવાનું હોવાથી કોઇ પણ બૂથ પર વોટીંગ સંબધિત સમસ્યા ન સર્જાય અને ભાવનગર જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી તંત્રએ આગોતરૂં આયોજન કર્યું છે. ત્યારે ભાવનગર જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે શનિવારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી આર. કે. મહેતાની અધ્યક્ષસ્થાને તેમજ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઈવીએમ અને વીવીપેટનું પ્રથમ કોમ્પ્યુટરાઈઝડ રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું હતું. અને ત્યાર બાદ આજે ભાવનગર જિલ્લામાં સમાવિષ્ટ સાત વિધાનસભા દીઠ ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરવાની કામગીરી હાથ ધરાઇ હતી.

જિલ્લાના ચૂંટણી તંત્ર દ્વારા વેરહાઉસ ખાતે સંગ્રહિત રેન્ડમાઈઝ કરાયેલાં ઈવીએમ-વીવીપેટ જિલ્લાની સાત વિધાનસભાઓના મદદનીશ ચૂંટણી અધિકારીઓ (એ.આર.ઓ)ને સુપ્રત કરવામાં આવ્યા હતી.  તેમજ આ ઈવીએમ જે-તે વિધાનસભાના નિયત અધિકારીઓ દ્વારા સ્ટ્રોંગ રૂમમાં સંગ્રહ કરવામાં આવશે.
        
નોંધનિય છે કે, જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કોમ્પ્યુટરાઈઝડ રેન્ડેમાઈઝેશન દ્વારા ભાવનગર લોકસભા બેઠક હેઠળની જિલ્લાની ૭ વિધાનસભા બેઠકોમાં કુલ ૧૮૪૫ મતદાન મથકો ખાતે મૂકવા માટેના ઈવીએમ અને વીવીપેટની ફાળવણી  કરવામાં આવી હતી. તેમજ આ તમામ વિધાનસભા બેઠકોમાં ફાળવવામાં આવેલા મતદાન યંત્રો-વીવીપેટના સુરક્ષિત સંગ્રહ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તથા સી.સી.ટીવી કેમેરા સાથે સ્ટ્રોન્ગ રૂમો ઉભા કરવામાં આવ્યા છે.
          
ઈવીએમમાં બેલેટ યુનિટ અને કન્ટ્રોલ યુનિટ એમ બે એકમોનો સમાવેશ થાય છે. ફર્સ્ટ રેન્ડમાઈઝેશન દરમિયાન ચૂંટણી પંચે ઠરાવેલા ધારાધોરણો પ્રમાણે પ્રત્યેક વિધાનસભા ક્ષેત્રના કુલ મતદાન મથકોની સંખ્યાના ૧૨૫ ટકા લેખે BU- બેલેટ યુનિટ, ૧૨૫ ટકા લેખે CU- કન્ટ્રોલ યુનિટ અને ૧૩૫ ટકા વીવીપેટ તકેદારીનાં ભાગરૂપે ફાળવણી કરવામાં આવી હતી.

આમ, ભાવનગર જિલ્લામાં મહુવા, તળાજા, ગારીયાધાર, પાલીતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ મતક્ષેત્ર માટે કુલ ૨૩૦૨ BU- બેલેટ યુનિટ અને કુલ ૨૩૦૨ CU- કન્ટ્રોલ યુનિટ તેમજ કુલ ૨૪૮૯ વીવીપેટની ફાળવણી કરવામાં આવી છે.

આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આર. એન ચૌધરી સહિત ચુંટણી પ્રકિયા સાથે જોડાયેલ અધિકારીશ્રીઓ-કર્મચારીઓ અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

રીપોટર- અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.