વિજાપુર પિલવાઇ કોલેજ માં પંચામૃત કાર્યક્રમ ઉજવાયો - At This Time

વિજાપુર પિલવાઇ કોલેજ માં પંચામૃત કાર્યક્રમ ઉજવાયો


જે ડી તલાટી વિધા સંકુલ નામકરણ મકાનો નું ઉદ્દઘાટન
વિજાપુર તાલુકાના પિલવાઇ કોલેજ માં પંચામૃત કાર્યક્રમ અને જે ડી તલાટી વિદ્યા સંકુલ નું નામકરણ તેમજ વિવિધ મકાનોનું ઉદ્દઘાટન કરાયું હતું આ સાથે યોજાયેલા હાસ્ય દરબારમાં સાંઈરામ દવેએ ઉપસ્થિતોને હાસ્ય રસ થી તરબોળ કરી દીધા હતા
ઉત્તર પૂર્વ ગુજરાત કેળવણી મંડળ પિલવાઇ છેલ્લા 65 વર્ષથી ઉચ્ચ શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરી રહ્યું છે ત્યારે કોલેજમાં જીવન સમપિત કરનાર પૂર્વ આચાર્ય જે ડી તલાટી ના નામથી વિધા સંકુલ ની નામકરણ વિધિ કરાઇ હતી પંચામૃત કાર્યક્રમમાં આચાર્યએ સંસ્થાનો પરિચય આપ્યો હતો કાર્યક્રમમાં ધારાસભ્ય સી જે ચાવડા ભાજપના પ્રવક્તા જયરાજસિંહ પરમાર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કુલપતિ ડોક્ટર કિશોર પોરીયા તેમજ નલિનીબેન જે તલાટી સુરેશ વી શાહ પી પી વ્યાસ શામજીભાઈ ગોર જયેશભાઈ કોઠારી આચાર્ય સંજય શાહ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર મુકેશભાઈ પ્રજાપતિ વિજાપુર


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.