ચોટીલા હાઇવે પર જલારામ મંદિર પાસે ટ્રક પલ્ટી જતા કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો સિક્સ લેન રોડના કોન્ટ્રાકટરની આવડત સામે પણ સવાલો ઉભા થયા
ચોટીલા નેશનલ હાઇવે પર જલારામ મંદિર પાસે વહેલી સવારે એક ટ્રક પલ્ટી જતા રાજકોટ અને અમદાવાદ બંને તરફ લાંબી વાહનો ની કતારો જોવા મળી હાઇવે ને સિક્સ લાઈન બનાવવાની કામગીરી ગોકલગતિએ થતું હોય એમાં પણ રોડના કોન્ટ્રાકટર દ્વારા સાઈન બોર્ડ નહીં મુકેલા હોય અને બંને સાઈડ ડાઇવર્જન હોવાથી વહેલી સવારે પ્લાસ્ટિકના દાણા ભરેલો ટ્રક પલ્ટી જતા રોડની બંને સાઈડ 5થી 10 કિલોમીટર વાહનોની લાઈનો જોવા મળી કલાકો સુધી વાહનો ટ્રાફિક જામ માં ફસાયા હતા. ચોટીલા પોલીસે ઘટના સ્થળે પહોંચી કલાકોની મહા મહેનતે ટ્રાફિક ધીમે ધીમે પૂર્વવત કરાવ્યો હતો અત્રે એ ઉલ્લેખનિય છે કે થોડા સમય પહેલા અહીં કેમિકલ ભરેલું ટેન્કર પલ્ટી મારી ગયું હતું. વહેલી તકે ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળે એવું ચોટીલાના પ્રજાજનો ઇચ્છી રહ્યા છે
અહેવાલ... પરમાર પ્રતિકભાઈ ચોટીલા
8487828888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.