મોટાદડવા રામજીમંદિર સ્થિત નવદુર્ગા ગરબી મંડળ દ્વારા શરદપૂર્ણિમા ના ભવ્ય હોમહવન કરાયો.... - At This Time

મોટાદડવા રામજીમંદિર સ્થિત નવદુર્ગા ગરબી મંડળ દ્વારા શરદપૂર્ણિમા ના ભવ્ય હોમહવન કરાયો….


મોટાદડવા મધ્યસ્થ રામજીમંદિર સ્થિત કાઠી ક્ષત્રિય સમાજના ભાઈઓ તેમજ સમગ્ર ગરબીમંડળ ના કાર્યકરો દ્વારા હોમહવન એવમ ગરબે રમતી બાળાઓ ને લ્હાણી વીતરણ કરવામાં આવી હતી જો કે પરંપરા અનુસાર શરદપૂર્ણિમા નવરાત્રીના માતાજીના સ્તુતિ વંદના  ગુણલા રાસ બાદ હોમ હવન કરી સમાપન તરફ જતા માઇ ભક્તો જો કે અહીં વર્ષો જૂની પરંપરા ને યથાવત રાખતા કાઠી ક્ષત્રિય સમાજ ના વાળા બસિયા કે ધાધલ પરિવારના કોઈપણ ભાઈઓ હવનમાં બેસી વર્ષો જૂની પરંપરા ને યથાવત રાખી છે હાલ વાળા પરિવારના દિલીપભાઈ વાળા હવનમાં બેસી સોનેરી અવસર પ્રાપ્ત કર્યો હતો.આ તકે મોટાદડવા બ્રાહ્મણ પરિવાર ના મહેશભાઈ જાની રમેશદાદા વેગડા કિશોરભાઈ જાની દિલીપભાઈ પાણેરી સહિત ગોરદાદા એ મંત્રોચ્ચાર કર્યો હતો આ તકે મંદિરના કાર્યકર આશિષભાઈ વાળા વનરાજભાઈ વાળા નરેન્દ્રભાઈ ભગિરથભાઈ વાળા સહિત સંજભાઈ ઓળકિયા દેવાંગ કાલાણી રઘુભાઈ વસાણી ભરતભાઈ માંડાણી સહિત અનેક કાર્યકરો એકમેક બની સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું અહીં પ્રાચીન ગરબી ની સાથોસાથ હોમહવન ની પરંપરા પણ અણનમ જોવા મળે છે...તસ્વીર બ્રિજેશ વેગડા


9998272555
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.