ડભોઇ નગરમાં એ.ટી.એમ. સેન્ટરોના ધાંધીયા – નગરજનોને ભારે મુશ્કેલીઓ
રિપોર્ટ -નિમેષ સોની, ડભોઈ
ડભોઇ નગરમાં આવેલ લાટીબજાર ખાતે આવેલ એસ.બી.આઈ. બેન્કનાં એ.ટી.એમ.સેન્ટર ઉપર ૨૪×૭ ના લાગેલ બોર્ડ નિરથૅક સાબિત થઈ રહયાં છે. જાણવા મળતી માહિતી મુજબ, છેલ્લાં કેટલાક સમયથી આ શાખામાં આવેલ એ.ટી.એમ સેન્ટર માત્ર સવાર ૮:૦૦ થી સાંજે ૭:૦૦ કલાક સુધી જ કાર્યરત રહે છે. જ્યારે કોઈ પણ ખાતેદારને રાત્રીના સમયે કોઈ ઈમરજન્સીમાં રૂપિયા ઉપાડવા હોય તો શું પરિસ્થિતિ થાય, એ.ટી.એમ કાર્ડ રાખવાનો મતલબ શું રહે?
દરેક બેન્કો ગ્રાહકો પાસેથી એ.ટી.એમ કાર્ડની સર્વિસનો વધારાનો ચાર્જ પણ વસુલતી હોય છે. તો આ પ્રકારની સર્વિસ હોય તો વસુલાત કેવી ? બેંકો ગ્રાહકો પાસે છેતરપિંડી કરતી હોય એમ લાગી રહ્યુ છે. હાલમાં નગરમાં ચાલતી ચર્ચા મુજબ એબીઆઈનું વહીવટી તંત્ર ખાડે ગયું હોય તેમ લાગે છે. જાણવા મળતી માહિતી મુજબ, કેવાયસીના બહાને ગ્રાહકોને બ્રાન્ચ ઉપર બોલાવવામાં આવે છે અને ત્યારબાદ ગ્રાહકોને વાતોમાં ભેળવીને ક્રેડિટ કાર્ડ પધરાવી દેવાનો સિલસિલો પણ યથાવત રહ્યો છે. કેટલા ગ્રાહકોમાં ભણતર આછું હોવાથી ક્રેડિટ કાર્ડ વિશે ગ્રાહકોને પૂરતી જાણકારી પણ નથી હોતી. તેમજ આવા ગ્રાહકોને ક્રેડિટ કાર્ડની જરૂરીયાત પણ નથી હોતી. છતાં બેન્કના આવા કમૅચારીઓ - એજન્ટો આવી કામગીરી કરે છે તો આવાં કર્મચારીઓ સામે ક્યારે કાયૅવાહી થશે ખરી? તેવો પ્રશ્ર્ન પણ નગરજનોમાં ચર્ચાઈ રહયો છે પ્રજાજનોને યોગ્ય ન્યાય મળે અને યોગ્ય સવલત મળે તેની કાગડોળે રાહ જોઇ રહયાં છે.
9428428127
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.