ગરીબ કલ્યાણ મેળામાં સરકારની વિવિધ યોજનાઓ લાભાર્થીના હાથમાં પહોંચે તે રીતે માઈક્રો પ્લાનિંગ કરવા અમલીકરણ અધિકારીઓને અનુરોધ કરતા જિલ્લા કલેક્ટરશ્રી - At This Time

ગરીબ કલ્યાણ મેળામાં સરકારની વિવિધ યોજનાઓ લાભાર્થીના હાથમાં પહોંચે તે રીતે માઈક્રો પ્લાનિંગ કરવા અમલીકરણ અધિકારીઓને અનુરોધ કરતા જિલ્લા કલેક્ટરશ્રી


ગરીબ કલ્યાણ મેળામાં સરકારની વિવિધ યોજનાઓ લાભાર્થીના હાથમાં પહોંચે તે રીતે માઈક્રો પ્લાનિંગ કરવા અમલીકરણ અધિકારીઓને અનુરોધ કરતા જિલ્લા કલેક્ટરશ્રી
************
સાબરકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં ગરીબ કલ્યાણ મેળા અંગે તાલુકા અધિકારી પ્રાંત અધિકારીઓની વિડિયો કોન્ફરન્સ બેઠક યોજાઈ
**************
વિકાસ કમિશનર શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર ના પરિપત્ર અન્વય આગામી તારીખ ૧૪-૧૫ ઓક્ટોબર ૨૦૨૨ દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં પણ ગરીબ કલ્યાણ મેળાઓ યોજાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા તબક્કાવાર અમલીકરણ અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. આજે આ સંદર્ભમાં ત્રીજી બેઠકમાં આખરી ઓપ આપવા માટે જિલ્લાના દરેક તાલુકા કક્ષાના અધિકારી તથા પ્રાંત કક્ષાના અધિકારીઓની આજે 3:30 કલાકે કલેકટર કચેરી થી જિલ્લા કલેક્ટર શ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં વિડિયો કોન્ફરન્સ બેઠક યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેશ શાહ અધિક નિવાસી કલેકટર શ્રી દિગંત બ્રહ્મભટ્ટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી પાટીદાર અને જિલ્લાના સંબંધિત વિભાગોના અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ વખતનો ગરીબ કલ્યાણ મેળો જિલ્લા કક્ષાનો ઇડર તાલુકામાં કોટન માર્કેટિંગ યાર્ડ સાપાવાડા ખાતે યોજાશે અને તેમાં અંદાજે બે હજારથી વધુ લોકો ઉપસ્થિત રહેશે અને વિવિધ વિભાગોની અમલી યોજનાઓની સહાય કીટ અને વિવિધ વિભાગોના સ્ટોલ ઊભા કરવામાં આવશે જેનો લાભ લોકો સરળતાથી લઈ શકે તે પ્રકારનું આયોજન અને અમલવારી કરવા બેઠકમાં જણાવ્યું હતું. જિલ્લા કલેક્ટર શ્રી એ તાલુકાના અધિકારીઓને આવતીકાલે સાંજ સુધીમાં તાલુકા કક્ષાના અધિકારીઓની સંકલન બેઠક યોજીને જે તે વિભાગમાંથી સ્ટેજ પરના લાભાર્થીને આપવાની કીટ સહાય તથા તેમને મેળાના સ્થળે હાજર રાખવા જણાવ્યું હતું અને જે લોકોની એન્ટ્રીઓ બાકી છે તે ઝડપથી પૂર્ણ કરી લાભાર્થી ઓળખ કરી લે, મળવાપાત્ર સહાય અને કીટ પણ જે તે એજન્સી પાસેથી મંગાવી લે અને ટકાઉ અને વર્કિંગ કન્ડિશનમાં છે તે જોઈ લે અને ટેસ્ટેડ કરીને ઓકે સર્ટિફિકેટ આપી દે, જેમાં વર્ગ-૨ ના અધિકારીઓ ગુણવત્તા અને કિટની ચકાસણી કરી લે.
જિલ્લા કલેક્ટર શ્રી એ આ ગરીબ કલ્યાણ મેળો સરકારી છે જેથી સૌનો સહયોગ જરૂરી અને આવશ્યક છે લાભાર્થીઓની સંખ્યા સુનિશ્ચિત કરવી જેથી કરીને બસના રૂટ અને બસની ફાળવણી કરી શકાય સ્ટેજ પરના લાભાર્થીનું લિસ્ટ આપે અને સ્ટેજ સિવાયના સ્ટોલ પરથી વિતરણનું લિસ્ટ બનાવી લે. જે વિભાગોએ મેળાના સ્થળે સ્ટોલ ઊભા કરવાના છે તેમણે પણ તૈયારીઓ કરીને સ્થળ વિઝીટ કરી લે લાઇટ, પાણી, પાર્કિંગ સહિત વ્યવસ્થા ચકાસી લે અને લાભાર્થીને બસમાં આપવાના ફૂડ પેકેટ ની ગણતરી કરીને તેની વ્યવસ્થા ગોઠવવાની રહેશે.
મેળાના સ્થળે ઇ શ્રમ કાર્ડ નોંધણી, ધનવંતરી રથ, આરોગ્યની સેવાઓ, સુનિશ્ચિત કરવાની રહેશે. પીવાનું પાણી તથા બેઠક વ્યવસ્થા, એલ.ઇ.ડી. ની વ્યવસ્થા કનેકશન તથા તાપી ખાતેથી મુખ્યમંત્રીશ્રીનું લાઈવ ટેલીકાસ્ટ થવાનું છે તે પણ ચેક કરી લે મહાનુભવોની બેઠક ની સામે ટી.વી સેટ ગોઠવવા એનાઉન્સર તેમજ મહાનુભાવોની આમંત્રણ વિતરણ ક્રાઉડ મેનેજમેન્ટ જેવી બાબતો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સંજોગો વસાત લાભાર્થી મેળામાં ન આવે તો તેની કીટ પહોંચાડવા સહિતની બાબતોને પ્રાધાન્ય આપી કોઈને અગવડ ન પડે તે રીતે સુચારૂ આયોજન અને અમલવારી કરવા સૂચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, આઈ.ટી.આઈ, સમાજ કલ્યાણ, ખેતીવાડી, પુરવઠા અધિકારી, પ્રાંત, મામલતદારશ્રી, ચીફ ઓફિસર અને સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

શ્રીઅરવિંદ બી. મછાર ડી.ડી.આઇ.

અહેવાલ આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.