માળીયા હાટીના પોલીસ દ્વારા નવરાત્રિના તહેવાર ને લઈ પોલીસ તંત્ર દ્વારા ફૂડ પેટ્રોલીંગ તથા ગરબા આયોજકો સાથે બેઠક કરી સુરક્ષા વિશે ચર્ચાઓ કરી - At This Time

માળીયા હાટીના પોલીસ દ્વારા નવરાત્રિના તહેવાર ને લઈ પોલીસ તંત્ર દ્વારા ફૂડ પેટ્રોલીંગ તથા ગરબા આયોજકો સાથે બેઠક કરી સુરક્ષા વિશે ચર્ચાઓ કરી


માળીયા હાટીના પોલીસ દ્વારા નવરાત્રિના તહેવાર ને લઈ પોલીસ તંત્ર દ્વારા ફૂડ પેટ્રોલીંગ તથા ગરબા આયોજકો સાથે બેઠક કરી સુરક્ષા વિશે ચર્ચાઓ કરી

માળીયા હાટીના પોલીસ ના મહિલા પીએસઆઇ સલમા સુમરા, નિલેશ ધાંગણ, અરુણ મહેતા, પ્રવીણ વાઢેર,રાજેન્દ્ર પરમાર સહિત પોલીસ સ્ટાફ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ફૂડ પેટ્રોલીંગ હાથ ધર્યું હતું

આ તકે ફોર વ્હીલ ઓ માંથી કાળા ગ્લાસ નું કોટિંગ દૂર કરી વાહનોનું સઘન ચેકીંગ પણ હાથ ધરાયું હતું અને નવરાત્રિ ના તહેવારો ને લઈ જે જે જગાએ આયોજન હોય તે સ્થળોનું પણ ચેકીંગ કરવામાં આવેલ

આ તહેવારનો ને લઈ આયોજકો દ્વારા શહેરની શાંતિ ભંગ ન થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેની વ્યવસ્થાઓ માટે ચર્ચાઓ કરવામાં આવેલ

આ તકે પીએસઆઇ સલમા સુમરા એ જણાવ્યું હતું કે તહેવારના દિવસોમાં અસામાજિક તત્વો ને ચેતવણી આપી જણાવ્યું હતું કે કોઈ પણ અસામાજિક અથવા શાંતિ ભંગ થાય તેવી પ્રવૃત્તિ ચલાવી નહિ લેવાઈ અને સેહ શરમ વિના કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.