હીંમતનગર તાલુકાની દલપુર - At This Time

હીંમતનગર તાલુકાની દલપુર


હીંમતનગર તાલુકાની દલપુર અને ઉમા દલ પુર દૂધ મંડળીઓ ખાતે ભારત સરકારશ્રી ની NPDD યોજના અંતર્ગત 60 %સહાય થી સ્થાપિત બલ્ક મિલ્ક કૂલર નું લોકાર્પણ સાબર ડેરી અને GCMMF ના ચેરમેન શ્રી શામળ ભાઈ પટેલ અને ડિરેક્ટર શ્રી વિપુલ ભાઈ પટેલ ની ઉપસ્થિત માં બંને દૂધ મંડળીઓ ના તમામ દૂધ ઉત્પાદકો ની હાજરીમાં આજે संपन्न થયો
ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ યોજાયેલી ગ્રામસભામાં દૂધ મંડળીઓ ના સભાસદોનો સાથ લઈ સભાસદોના વિશ્વાસ કેળવાય અને સભાસદો ના આર્થિક અને સામાજિક વિકાસ ના ઉદ્દેશ્ય સાથે સાબર ડેરી ના ચેરમેન શ્રી એ સભાસદો ના પ્રતિભાવો તથા પ્રશ્નો અંગે ચર્ચા કરી સ્થળ ઉપર નિરાકરણ માટે કાર્યવાહી હાથ ધરી હતી
પર્યાવરણ સુરક્ષા હેતુ મંડળી સ્થળે મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું
કાર્યક્રમમાં સંઘના અધિકારીઓ ડૉ જે કે પટેલ, શ્રી બિપીન ભાઈ અને શ્રી જીગ્નેશ ભાઈ હાજર રહ્યા હતા

રીપોટર રાજકમલસિંહ પરમાર હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon