આદેશ મિત્ર મંડળ સામખિયાળી ની નવી બોડીની વરણી કરાઈ

આદેશ મિત્ર મંડળ સામખિયાળી ની નવી બોડીની વરણી કરાઈ


સામખિયાળી ગામમાં આદેશ મિત્ર મંડળ વર્ષોથી ધાર્મિક અને રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહ્યું છે આજ રોજ આદેશ મિત્ર મંડળ ની એક મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવી બોડીની વરણી કરાઈ સત્કાર્ય ગ્રુપનું કરાયું આદેશ મિત્ર મંડળમાં વિલીનીકરણ
જેમાં હાજર રહેલા સભ્યો દ્વારા સંસ્થાના સ્થાપક હરીભાઇ હેઠવાડીયા ની પ્રમુખ પદે રહી ઉમદા કામગીરી ને બિરદાવી ફરી પાછા પ્રમુખ પદે બિનહરિફ વરણી કરવામાં આવેલ તો ઉપપ્રમુખ પદે સુરેશનાથ બાવાજી અને મહેશ પ્રજાપતિ મંત્રી તરીકે કિશન રાજગોર સહમંત્રી મહેશ કાથણ કેરાસીયા, ખજાનચી બાળા મુરજીભાઇ ડાયાભાઇ, સહ ખજાનચી કલાબેન કે ગાલા, સલાહકાર તરીકે ધનસુખભાઇ એ. ઠક્કર, નશાભાઇ ભારમલભાઇ બાળા, દેવકરણભાઇ ચાડ, જયસુખભાઈ કુબડિયા, મોહનભાઈ ડાંગર ની વરણી કરવામાં આવેલ તો સામખીયારી માં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા સત્કાર્ય ગ્રુપનું પણ આદેશ ગ્રુપમાં વિલીનીકરણ કરી દઇ આદેશ ગ્રુપને મજબૂત બનાવવા નું નક્કી કરવામાં આવેલ છે એટલે હવેથી સત્કાર્ય ગ્રુપ સામખીયારી દ્વારા થતી સેવાકિય પ્રવૃત્તિઓ આદેશ મિત્ર મંડળ દ્વારાજ થશે આ બંને ગ્રુપ એક થતાં હવે પછીથી સત્કાર્ય ગ્રુપના નામથી કોઈ ફંડ કે ફાળો ઉઘરાવવામાં આવશે નહીં હવે પછીથી કોઇબી સેવાકીય પ્રવૃત્તિઓ માટે આદેશ મિત્ર મંડળ ના નામેજ ફંડ એકઠું કરવામાં આવશે જેની ખાસ નોંધ લેવા વિનંતી સાથે ગ્રામજનો ને જણાવવાનું કે ગ્રુપમાં સેવા આપવા માંગતા સેવાભાવી સભ્યો જોડાઇ શકે છે સભ્ય ફી એક મહિના ના રૂપિયા ૧૦૦ રાખવામાં આવેલ છે. આ ગ્રુપ દ્વારા નવેસરથી શુભ શરૂઆત કરવામાં આવેલ છે સામખિયાળી ગામની સીતારામ મઢી ના પુજારી દ્વારા ઇન્વેટર માટેની રજૂઆત કરવામાં આવેલ જેને આદેશ મિત્ર મંડળ ના સેવાભાવી સભ્યો એ હરખભેર વધાવી લઇ પવિત્ર શ્રાવણ માસમાં હાજર રહેલા સભ્યો દ્વારા રૂપિયા ૧૫,૦૦૦ હજાર ની કિંમત નું બેટરી સાથે ઇન્વેટર સીતારામ મઢીને અર્પણ કરેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આદેશ મિત્ર મંડળ સામખિયાળી છેલ્લા બાવીસ વર્ષથી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. અને સારી એવી નામના મેળવેલી છે હાલે પણ આ ગ્રુપના સેવાભાવી સભ્યો ભયંકર લંપી રોગે જ્યારે હાહાકાર મચાવ્યો છે તેમાં ગૌ માતાની વહારે આવી રાત દિવસ સેવા કરી રહ્યા છે.

રિપોર્ટ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ
મો: 9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »