જસદણના આટકોટ શિવ વિહાર હોટલ નજીક અકસ્માત સર્જાયો સામે ટ્રક અથડાતા એક વ્યક્તિનું મોત

જસદણના આટકોટ શિવ વિહાર હોટલ નજીક અકસ્માત સર્જાયો સામે ટ્રક અથડાતા એક વ્યક્તિનું મોત


*જસદણના આટકોટ શિવ વિહાર હોટલ નજીક અકસ્માત સર્જાયો સામે ટ્રક અથડાતા એક વ્યક્તિનું મોત*

*રીપોર્ટ રસીક વીસાવળીયા જસદણ 7801900172*

https://www.instagram.com/tv/Cnlh5Vnugx3/?igshid=MDJmNzVkMjY=

વધુ વિગતવાર જોઈએ તો જસદણના આટકોટ-રાજકોટ રોડ ઉપર આટકોટથી એક કિ.મી. દુર બે ટ્રક સામ-સામે અથડાતા એક ટ્રકનો ચાલક ફંગોળાઇ જતા માથાના ભાગે ગંભીર ઇજા થતા ઘટના સ્‍થળે જ મોત થયું હતું.
આ અંગે પ્રાપ્‍ત વિગતો મુજબ આટકોટ પાસે આવેલ શિવ-વિહાર હોટલ પાસે આટકોટ તરફથી રાજકોટ તરફ જતા ટ્રક નં.જીજે-૩-બીડબ્‍લ્‍યુ-૪૦૧૦ના ચાલકે કોઇ કારણોસર સ્‍ટીયરીંગ પર કાબુ ગુમાવતા સામેથી આવતા ટ્રક નં. જીજે-યુયુ-૫૫૦૧ સાથે ડીવાઇડર તોડી ધડાકાભેર અથડાયો હતો.
આ દરમિયાન ટ્રક નં. ૪૦૧૦નો ચાલક દીલુભાઇ લખમણભાઇ કડેવાળ ફંગોળાઇ જતા તેમને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેમનું ઘટના સ્‍થળે જ મોત થયું હતું આ અંગે આટકોટ પોલિસે વધું તપાસ હાથ ધરી છે.

તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »