વડોદરાના સહજ રંગોળી ગ્રુપ દ્વારા 40 * 40 ફૂટની રંગોળી બનાવવામાં આવી.
આસપાસ અષ્ટાંગ યોગ કરતી પ્રતિકૃતિઓ બનાવવામાં આવી છે . આ રંગોળી બનાવવા માટે 10 કલાકારોને 4 દિવસનો સમય લાગ્યો હતો અને 150 કિલો જેટલો જેટલો રંગ વપરાયો હતો . રંગોળી બનાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય જણાવતા કમલેશ વ્યાસે જણાવ્યું કે , લોકોમાં યોગ વિશેની જાગૃતિ આવે અને પોતાના જીવનને યોગના માધ્યમથી સ્વસ્થ અને તંદુરસ્થ રાખે એવા મેસેજ સાથે આ રંગોળી બનાવવામાં આવી છે . આ રંગોળી માટે ખાસ ચિરોડી કલર વાપરવામાં આવ્યો છે . ભારતના લોક લાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સૌ પ્રથમ સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોદ વિશે ચર્ચા કરવામાં આવી હતી , ચર્ચામાં 21 મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવામાં આવે તેવું તેમના દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું . જેના પછી આ બાબતે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો જેમાં મોટા ભાગના દેશોએ ઠરવના પક્ષમાં તેઓની સહમતિ દર્શાવી હતી ઠરાવના પક્ષમાં નિર્ણય થતા વર્ષ 2015 થી 21 મી જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે . વર્ષ 2022 માં વિશ્વ 8 મો વિશ્વ યોગ દિવસ ઉજવશે .
ઉમેશ ભાટીયા.વડોદરા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.