પોરબંદરમાં અબોલ જીવો માટે સેવાકાર્યો યોજાયા
પોરબંદરની સતત સેવાકાર્ય કરતી સંસ્થા માહી ગ્રુપ દ્વારા અવાર-નવાર અબોલ જીવોના લાભાર્થે વિવિધ સેવાકાર્યોના આયોજનો થતા હોય છે ત્યારે વધુ એક વખત ગ્રુપના સેવાભાવી સભ્ય ડો. સુરેખાબેન શાહ અને ગ્રુપના સેવાભાવી ઘનશ્યામભાઈ મહેતાના સહયોગથી રોહિતસિંહબાપુની આનંદ ગૌશાળાએ ગાયમાતાને ઘાસચારાનું વિતરણ તેમજ શ્વાનને દુધ અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ, ત્યારબાદ ગ્રુપના સભ્યો દ્વારા હરીશભાઈ સોનેચા યુ.કે. નિવાસીના સહયોગથી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ગાયમાતાને ઘાસચારાનું વિતરણ,કબુતરોને ચણ,શ્વાનને બિસ્કિટ અને દુધ,કીડીને કીડીયારૂ, માછલીઓને ભોજન સહિતના વિવિધ સેવાકાર્યોના આયોજન કરવામાં આવ્યા હતા. જેમાં ગ્રુપના સેવાભાવી સભ્યો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સેવાકાર્યનો લાભ લીધો હતો.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે
