ચાની દુકાનોએથી છૂટક ચાની ભૂકીના નમૂના લેતી ફૂડ શાખા

ચાની દુકાનોએથી છૂટક ચાની ભૂકીના નમૂના લેતી ફૂડ શાખા


ચાની ભૂકીમાં સિન્થેટિક કલરની ભેળસેળની શંકા

રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખાએ શહેરના નાનામવા રોડ પર રાજનગર ચોકમાં આવેલી જય સીયારામ ટી સ્ટોલ અને ચામુંડા ટી સ્ટોલમાં ચા બનાવવા માટે વપરાતી છૂટક ભૂકીના સેમ્પલ તપાસાર્થે લઈને લેબમાં મોકલ્યા છે. ભૂતકાળમાં ચાની દુકાનેથી લેવાયેલી ભૂકીના સેમ્પલ લેવાયા હતા તેમાં નમૂનો ફેલ થયો હતો અને સિન્થેટિક કલરની ભેળસેળ નીકળી હતી. હવે ફરીથી શંકા જણાતા સેમ્પલ લેવાયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »