લાકડિયા કુમાર પ્રાથમિક શાળામાં બાળ મેળો યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/nfoptpkux2m9ep1k/" left="-10"]

લાકડિયા કુમાર પ્રાથમિક શાળામાં બાળ મેળો યોજાયો


ભચાઉ તાલુકા ની લાકડિયા કુમાર પ્રાથમિક શાળા દ્વારા ધોરણ ૧ થી ૫ વિદ્યાર્થીઓ માટે બાળ મેળો અને ૬ થી ૮ વિદ્યાર્થીઓ માટે જીવન કૌશલ્ય આધારિત બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં રંગપૂરણી, બાળવાર્તા, માટી કામ, હસ્તકલાની કામગીરી, ચિત્રકામ, તેમજ બાળવાર્તા આધારિત નાટક જેવી પ્રવૃત્તિઓ થી વિદ્યાર્થીઓ ની શક્તિઓને ઉજાગર કરાઈ જેનું માર્ગદર્શન શાળા ના આચાર્ય શ્રી પ્રવિણભાઈ મચ્છોયા સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું અને બાળ મેળા નું આયોજન વ્યવસ્થા લતાબેન પરમાર અને લાઈફ સ્કીલ માટે આયોજન વ્યવસ્થા રાજવીરભાઈ વાઘડિયા એ સાંભળી હતી. તેમજ શાળાના તમામ શિક્ષકગણ સક્રિયતા સાથે જોડાયા હતા.
આ દર વર્ષે ગાંધીનગર દ્વારા વિદ્યાર્થીઓ માં વિવિધ જીવન કૌશલ્યો ની ખિલવણી થાય તે માટે દર વર્ષે આ રીતે બાળ મેળા ની પ્રવૃત્તિઓ ને બે વિભાગમાં આયોજીત કરવામાં આવી છે બાળમેળો અને લાઈફ સ્કીલ મેળો ના નામ બાળ મેળા નું આયોજન કરાયું છે

રિપોર્ટ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ
મો :9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]