નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગ, 17 લોકોના મોત:3 બાળકોનો સમાવેશ; લોકો એક કલાક સુધી દટાયેલા રહ્યા; મહાકુંભ જવાની રાહ જોઈ રહ્યા હતા
શનિવારે રાત્રે લગભગ 9:26 વાગ્યે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડમાં 17 લોકોના મોત થયા હતા. આમાં 10 મહિલાઓ અને 3 બાળકો છે. 25થી વધુ લોકો ઘાયલ થયા છે. લોક નાયક જય પ્રકાશ હોસ્પિટલ (LNJP)એ મૃત્યુની પુષ્ટિ કરી છે. PM મોદી, અમિત શાહ, આપ અને કોંગ્રેસે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો. આ દુર્ઘટના પ્લેટફોર્મ નંબર 13, 14 અને 15 વચ્ચે થઈ હતી. મહાકુંભમાં જવા માટે સાંજે 4 વાગ્યાથી સ્ટેશન પર ભીડ એકઠી થવા લાગી. રાત્રે લગભગ 8.30 વાગ્યે પ્રયાગરાજ જતી 3 ટ્રેનો મોડી પડી, જેના કારણે ભીડ વધી ગઈ અને નાસભાગ મચી ગઈ. શરૂઆતમાં ઉત્તર રેલવેના CPRO (ચીફ પબ્લિક રિલેશન ઓફિસર)એ ભાગદોડની વાતનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે આ માત્ર એક અફવા છે. પરંતુ દિલ્હીના LG વીકે સક્સેનાએ એક ટ્વિટમાં મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો. માત્ર 20 મિનિટ પછી LNJPએ 15 લોકોના મૃત્યુની પુષ્ટિ કરી. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. આ પહેલા 29 જાન્યુઆરીએ પ્રયાગરાજના મહાકુંભમાં 30 લોકોના મોત થયા હતા. 10 ફેબ્રુઆરી, 2013ના રોજ કુંભ દરમિયાન પ્રયાગરાજ સ્ટેશન પર ભાગદોડ મચી ગઈ હતી. આ અકસ્માતમાં 36 લોકોના મોત થયા હતા. LGએ પહેલા શ્રદ્ધાંજલિ આપી... પછી એક કલાકમાં જ પોતાનું ટ્વિટ બદલી નાખ્યું દિલ્હીના LG વીકે સક્સેનાએ રાત્રે 11:55 વાગ્યે ટ્વિટ કર્યું, 'નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભાગદોડને કારણે ઘણા લોકો માર્યા ગયા છે અને ઘણા ઘાયલ થયા છે. આ ઘટના પર મૃતકોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના છે.' પછી રાત્રે 12:24 વાગ્યે, તેમણે પોતાનું ટ્વીટ એડિટ કર્યું અને લખ્યું, 'નવી દિલ્હી રેલવે સ્ટેશન પર એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે. આ પરિસ્થિતિને સંભાળવા માટે મુખ્ય સચિવ અને પોલીસ કમિશનર સાથે વાત કરવામાં આવી છે.' એલજી વીકે સક્સેનાએ મૃત્યુ અને શોક વ્યક્ત કરવા અંગેની વાતો હટાવી દીધી છે. જોકે, પીએમ નરેન્દ્ર મોદીએ રાત્રે 12:56 વાગ્યે ટ્વિટ કર્યું- 'નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડથી દુઃખી છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું.' તે 3 મોટા કારણો... જેના કારણે પરિસ્થિતિ વધુ વણસી અને જીવ ગયા ત્રણ પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો: પ્લેટફોર્મ નં. ફેરફારની જાહેરાતને કારણે નાસભાગ કન્ફર્મ ટિકિટવાળા લોકો પણ ડબ્બામાં પ્રવેશી શક્યા નહીં: પ્રયાગરાજ જઈ રહેલા પ્રમોદ ચૌરસિયાએ કહ્યું કે, મારી પાસે પુરુષોત્તમ એક્સપ્રેસની સ્લીપર ટિકિટ છે, પરંતુ એટલી બધી ભીડ હતી કે કન્ફર્મ ટિકિટવાળા લોકો પણ ડબ્બામાં પ્રવેશી શક્યા નહીં. ત્યાં એટલી બધી ધક્કામુક્કી હતી કે અમે જેમતેમ કરીને ભીડમાંથી બહાર નીકળ્યા. ટ્રેનો રદ થવા અને મોડી પડવાથી ભીડ વધી: પ્રત્યક્ષદર્શી ધર્મેન્દ્ર સિંહે કહ્યું કે, હું પણ પ્રયાગરાજ જઈ રહ્યો હતો. બે ટ્રેનો પહેલેથી જ મોડી ચાલી રહી હતી, કેટલીક રદ કરવામાં આવી હતી. તેથી સ્ટેશન પર ભારે ભીડ હતી. મારા જીવનમાં પહેલીવાર મેં આ સ્ટેશન પર આટલી ભીડ જોઈ. મેં પોતે છ-સાત મહિલાઓને સ્ટ્રેચર પર લઈ જતા જોઈ. દુર્ઘટના દરમિયાનની તસવીરો... દુર્ઘટના સંબંધિત અપડેટ્સ માટે, નીચેનો લાઇવ બ્લોગ વાંચો...
આ પ્રકારના તમામ સમાચાર માટેે
