૧૬૮ દિવસ પછી કોરોનાનો દૈનિક પોઝિટીવ રેટ સાત ટકાને પાર
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૫દેશમાં કોરોનાના નવા ૧૬,૮૬૬ કેસ નોંધવામાં આવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ
કેસોની સંખ્યા વધીને ૪,૩૯,૦૫,૬૨૧ થઇ ગઇ છે.
૧૬૮ દિવસ પછી દૈનિક પોઝિટીવ રેટ સાત ટકાને પાર થઇ ગયો છે તેમ કેન્દ્રીય આરોગ્ય
મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે. એક્ટિવ કેસો ઘટીને ૧,૫૦,૮૭૭ થઇ ગયા છે.
નવા ૪૧ મોત સાથે કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને ૫,૨૬,૦૭૪ થઇ
ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસોમાં ૧૩૨૩ કેસોનો ઘટાડો થયો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દૈનિક પોઝિટીવ રેટ ૭.૦૩
ટકા અને સાપ્તાહિક પોઝિટીવ રેટ ૪.૪૯ ટકા નોંધવામાં આવ્યો છે.છેલ્લા ૨૪ કલાકમાં ૨,૩૯,૭૫૧ કોરોનાના
ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. આ સાથે જ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૮૭.૨૭
કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના
વેક્સિનના કુલ ૨૦૨.૧૭ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા ૪૧ મોત પૈકી કેરળમાં ૧૩, મહારાષ્ટ્રમાં ૬, પશ્ચિમ બંગાળમાં
૬, પંજાબમાં ૪, દિલ્હીમાં ૨, સિક્કિમમાં ૨, આસામમાં એક, બિહારમાં એક, છત્તીસગઢમાં એક, મણિપુરમાં એક, નાગાલેન્ડમાં એક, ઓડિશામાં એક, ત્રિપુરામાં એક
અને ઉત્તર પ્રદેશમં એક વ્યકિતનું મોત નોંધવામાં આવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.