ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:નેપાળી કેસિનો ઊંચા વ્યાજે ધિરાણ આપી કાર, ઘરેણાં પડાવેે છે
નેપાળથી પરત ફરેલા વિનય સુલતાન
યુપી, ઉત્તરાખંડ અને બિહારના સરહદી વિસ્તારોમાં ચાલી રહેલા કેસિનોમાં રોજ કરોડો રૂપિયાના કાયદેસર અને ગેરકાયદેસર વ્યવહાર ભારતીય ચલણમાં કરાય છે. આ બાજુ ભારતમાં બેઠેલા એજન્ટ અને હવાલા દલાલ ભાડાંના ખાતામાં યુુપીઆઇ (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ)ના માધ્યમથી ભારતીય ચલણ ટ્રાન્સફર કરાવે છે. અહીં પૈસા ખતમ થઇ જાય તોપણ રમત પૂર્ણ થતી નથી. કાર, ગળાની ચેન, વીંટી જેવી કિંમતી વસ્તુઓ ગીરવે રાખનાર વ્યાજખોરો કેસિનોમાં જ મળી જાય છે. ઊંચા વ્યાજના કારણે ઘણા ઓછા લોકો તેમની ચીજવસ્તુ છોડાવી શકે છે. ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનમાં ખુલાસો થયો હતો કે કેવી રીતે પૈસાની લૂંટનું આ નેટવર્ક ચાલી રહ્યું છે. નેપાળમાં દરેક કેસિનોની બહાર તમને ઊંચા વ્યાજે ઉધાર નાણાં આપનારા લોકો ફરતાં જોવા મળી જશે. આ વ્યાજખોરોની કેસિનોની સાથે મિલિભગત હોય છે. આમાંથી મોટા ભાગના ભારતીય વ્યાજખોર છે. દેવું ચૂકવવામાં મોડું થવાથી પેનલ્ટી... જે રૂ.500-1000 પ્રતિ દિવસ હોય છે, નાનું દેવંુ હોય તો યુપીઆઈથી પૈસા મગાવે છે
દેવું ચૂકવવામાં જો મોડું થાય તો દેવાની સાથે પેનલ્ટી પણ ચૂકવવી પડે છે. આ પેનલ્ટી પ્રતિ દિવસ રૂ.500થી 1000 હોય છે. એક દિવસ માટે લીધેલી રકમ જો મોટી હોય તો વ્યાજખોર રૂપિયા હવાલા દ્વારા મેળવવાની સુવિધા આપે છે. જો દેવાની રકમ નાની હોય તો યુપીઆઈથી પૈસા મગાવી લે છે. કેટલાય કેસમાં વ્યાજખોર પૈસા પરત ન આવવા સુધી દેવાદારને તેમની પાસે બેસાડી રાખે છે અને કેસિનોની બહાર નીકળવા દેતાં નથી. બૉર્ડર ઉપરથી રૂ.25 હજારથી વધારે લઇ જવા ઉપર પ્રતિબંધ છે. આવી રીતે કામ કરે છે...
સિનોનું યુપીઆઈ ટ્રાન્ઝેક્શન અને હવાલાનું પૂરું નેટવર્ક કેસિનો માટે એજન્ટ તરીકે કામ કરી ચૂકેલા એક શખસે જણાવ્યું કે ઘણા એવા દલાલ છે જે કેસિનોને યુપીઆઈ ટ્રાન્ઝેકશન માટે ભાડા ઉપર ખાતાં ઉપલબ્ધ કરાવે છે. દલાલને ટ્રાન્ઝેક્શનના 1-2 % સુધીની રકમ આપવામાં આવે છે. દલાલ ભાડાનાં ખાતાંમાંથી રકમ કાઢી કેસિનોના હવાલા એજન્ટને આપે છે. જુગાર રમવાનાં મશીનો ભારતથી મંગાવી રહ્યા છે...
વા અને દમણથી ભાડાં ઉપર લઇ રહ્યાં છે જે મશીનોથી જુગાર રમવામાં આવે છે તેની કિંમત રૂ.50 લાખથી લઇને રૂ.1.5 કરોડ સુધીની હોય છે. આ મશીનો સપ્લાય કરનાર દિલ્હીના એક વ્યાપારીએ જણાવ્યું કે ભારતના ગોવા અને દમણ જેવાં સ્થળે ઘણાં વર્ષોથી કેસિનોને માન્યતા છે. અહીંના ઘણા કેસિનો સંચાલકોએ તેમનાં કેટલાંક મશીનો નેપાળમાં મોકલી રાખ્યાં છે. જેમને ભાડાં તરીકે નક્કી રકમ અને નફામાં એક હિસ્સો મળે છે. હવે ચીનનાં મશીનો પણ આવી રહ્યાં છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.