માળીયા હાટીના તાલુકાના ભારતીય કિસાન સંઘ તેમજ વીરડી ગામના ખેડૂતોએ pgvcl ખાતે આપ્યું આવેદન પત્ર - At This Time

માળીયા હાટીના તાલુકાના ભારતીય કિસાન સંઘ તેમજ વીરડી ગામના ખેડૂતોએ pgvcl ખાતે આપ્યું આવેદન પત્ર


જૂનાગઢ જીલ્લાના માળીયા હાટીના તાલુકો હાલ ગીર વિસ્તારની તદ્દન નજીક આવેલ છે અને ખેતી આધારીત તાલુકો છે હાલ આવિસ્તાર રવીપાક ની મૌસમ ચાલુ છે ત્યારે આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમય થી pgvcl ડિપારમેન્ટ દ્વારા સૂર્યોદય યોજનાને બદલે રાત્રીના સમયે પાવર આપે છે

હાલ માળીયા હાટીના તાલુકો ગીર વિસ્તારની નજીક હોવાથી જંગલ વિસ્તારના પ્રાણીઓ ખેતી વાડી વિસ્તારમાં અવારનવાર આવતા હોવાથી ખેડૂતો રાત્રી દરમ્યાન ખેતી પાકને પાણી આપવાની કામગીરી કરવી ભયજનક મુશ્કેલ પડે છે

આ બાબતે માળીયા હાટીના તાલુકાના ભારતીય કિસાન સંઘ તેમજ વીરડી વિસ્તારના ખેડૂતો અને આમ આદમી પાર્ટીના આગેવાન પિયુષ પરમાર માળીયા હાટીના pgvcl ના નાયબ કાર્યપાલક ઈજનેર એમ.એચ. ચૌધરીને સૂર્યોદય યોજના અંતર્ગત દિવસ પાળી પાવર આપવા ધારદાર રજુઆત કરી આવેદન પત્ર પાઠવ્યું આગામી દિવસોમાં તંત્ર દ્વારા સૂર્યોદય અંતર્ગત પાવર આપવામાં નહિ આવેતો ખેડૂતો આંદોલન કરવા અચકાશે નહિ તેવી ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે

હવે આ બાબતે આ વિસ્તારના ધારાસભ્ય કે સંસદ સભ્ય માળીયા હાટીના તાલુકાના ખેડૂતોના હિતમાં સૂર્યોદય યોજના અંતર્ગત સરકાર માં રજુઆત કરી ખેડૂતોના વહારે આવશે કે કેમ કે પછી ખેડૂતોને હેરાન થવું પડશે તેતો આગામી દિવસોમાં ખબર પડશે?

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon