લોકમેળાના સ્ટોલ માટે ફોર્મ વિતરણનો સોમવારથી પ્રારંભ:સ્ટોલમાં 5 ટકાના વધારાના કારણે વેપારીઓ નારાજ - At This Time

લોકમેળાના સ્ટોલ માટે ફોર્મ વિતરણનો સોમવારથી પ્રારંભ:સ્ટોલમાં 5 ટકાના વધારાના કારણે વેપારીઓ નારાજ


લોકમેળાના સ્ટોલ માટે ફોર્મ વિતરણનો સોમવારથી પ્રારંભ:સ્ટોલમાં 5 ટકાના વધારાના કારણે વેપારીઓ નારાજ

આગામી તા. 17 ઓગસ્ટથી પાંચ દિવસના ભાતીગળ લોકમેળાનું આયોજન કરવામાં આવેલ હોય જેના જુદા જુદા 338 જેટલા સ્ટોલના ફોર્મનું વિતરણ આગામી તા. 11ના સોમવારથી તા. 16 શનિવાર સુધી સવારનાં 11 થી 4 કલાક (રજાના દિવસો સિવાય) નાયબ કલેક્ટર કચેરી, પ્રાંત-1 (જુની કલેક્ટર કચેરી) તેમજ ઇન્ડીયન બેંક (તોરલ બિલ્ડીંગ, શાસ્ત્રીમેદાન સામે) રાજકોટ ખાતેથી કરવામાં આવશે અને આ જ સ્થળે ભરાયેલા ફોર્મ સ્વીકારવામાં આવશે. લોકમેળાનાં સ્ટોલના ભાડામાં આ વખતે પાંચ ટકાનો વધારો ઝીંકી દેવામાં આવેલ છે જેથી વેપારીઓને ભાવ વધારો આપવો પડશે.
લોકમેળામાં કેટેગરી-બી રમકડા સ્ટોલ 178, કેટેગરી-સી ખાણીપીણીના સ્ટોલ 144, કેટેગરી-જે મધ્યમ ચકરડીના પ્લોટ 4, કેટેગરી-કેજે નાની ચકરડીના પ્લોટ 28, કેટેગરી-કે2 નાની ચકરડીના પ્લોટ 20, જ્યારે કેટેગરી-એ ખાણીપીણી માટે બે મોટા પ્લોટ, બી-1 કોર્નર રમકડાનાં પ્લોટ 32, કેટેગરી યાંત્રિકના 6 પ્લોટ, કેટેગરી-એફ યાંત્રિકના 4 પ્લોટ, કેટેગરી-જી યાંત્રિકના 25 પ્લોટ અને કેટેગરી એચ યાંત્રિકનાં 9 પ્લોટ રહેશે. જેમાં કેટેગરી-બી-સી-જે-કે1 અને કે2ના પ્લોટ ડ્રો સિસ્ટમથી તા. 27 જુલાઇના સવારે 11 કલાકે રાજકોટ પ્રાંત-1ની કચેરી (જુની કલેક્ટર કચેરી ખાતે) યોજાશે.જ્યારે કેટેગરી-એ, બી1, ઇ, એફ, જી, એચના સ્ટોલોની હરરાજી કરાશે જેમાં તા. 28નાં કેટેગરી-એ અને બી1 તેમજ તા. 29નાં કેટેગરી-ઇ,એફ, જી અને એચના સ્ટોલની હરરાજી પ્રાંત-1 જુની કલેક્ટર કચેરી ખાતે યોજાશે. લોકમેળા માટે આઈસ્ક્રીમ ચોગઠા (કેટેગરી-ઝેડ)ની હરરાજી તા. 30-7નાં યોજાશે. અહીં એ ઉલ્લેખનીય છે કે આ લોકમેળાના ફોર્મની કિંમત વહીવટી તંત્ર દ્વારા રુા. 100 નિયત કરવામાં આવેલ છે. કેટેગરી-જે, કે1, કે2નું ફોર્મ ભરનાર આસામીએ રાજકોટ મહાનગરપાલિકાના રેસકોર્સ મેદાન ખાતેના એલોટમેન્ટ લેટર રજૂ કરેલ હશે તે આસામીનું ફોર્મ સ્વીકારવામાં આવશે.
એક એલોટમેન્ટ લેટર ગમે તે એક જ કેટેગરીમાં એક ફોર્મ રજૂ કરી શકશે એટલે કે કેટેગરી જે-કે1-કે2માંથી એક કેટેગરીમાં ફોર્મ ભરી શકશે. જો કેટેગરીમાં ફોર્મ ભરેલ હશે તો બંને ફોર્મ રદ કરવામાં આવશે. કેટેગરી-જે તથા કે1, કે2 માટેના પ્રવેશ દર રુા. 20 નિયત કરાયેલા છે જ્યારે કેટેગરી ઇ-એફ-જી-એચ યાંત્રિક રાઇડસમાં મોટેરાઓ માટેની ટીકીટ મહતમ રુ. 30 નિયત કરવામાં આવેલ છે.

જાણવા મળતી વિગત મુજબ રમકડા અને ખાણીપીણીનાં સ્ટોલનું ભાડું રુા. 30-30 હજાર નિયત કરવામાં આવેલ છે જ્યારે ચકરડીનાં મોટા પ્લોટ 14 બાય 24ના ચાર પ્લોટ માટેનું ભાડુ 18 હજાર અને નાની ચકરડીના કે1 કેટેગરીના 28 જેટલા પ્લોટનું ભાડું રુા. 9000 રાખવામાં આવેલ છે. આ ઉપરાંત કે2 કેટેગરીનાં 20 સ્ટોલનું ભાડુ રુા. 12,500 તેમજ ખાણીપીણી માટેનાં 30 બાય 40નાં સ્ટોલનું ભાડુ 40,000 નિયત કરાયેલ છે.આ સ્ટોલની અપસેટ કિંમત 2 લાખ સુધીની રહેશે. આવી જ રીતે બી1 કોર્નર 15 બાય 15નાં 32 જેટલા પ્લોટનું ભાડુ 24હજાર નિયત કરાયેલ છે જેની અપસેટ પ્રાઇઝ 60 હજાર રહેશે. આ ઉપરાંત ચકરડી માટેના 50 બાય 50નાં છ જેટલા પ્લોટનું ભાડુ 50 હજાર નિયત કરવામાં આવેલ છે. જેની અપસેટ પ્રાઇઝ 2.75 લાખ નિયત કરાયેલ છે.

રિપોર્ટર - નિખીલ ભોજાણી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon