ધંધુકા તાલુકાકક્ષાના રમતોત્સવમાં ૬૦ ઉપરાંત શિક્ષકોએ વિવિધ ૭ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ધંધુકા તાલુકાકક્ષાના રમતોત્સવમાં ૬૦ ઉપરાંત શિક્ષકોએ વિવિધ ૭ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપક્રમે રમતોત્સવ - ૨૦૨૩નુ કેથોલીક સ્કૂલના મેદાનમાં ધારાસભ્ય કાળુભાઈ ડાભી અને સંઘના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યુ હતુ. તાલુકાકક્ષાના રમતોત્સવમાં ૬૦ ઉપરાંત શિક્ષકોએ વિવિધ ૭ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. તો શિક્ષકા બહેનોએ સુંદર રંગોળીનુ સર્જન કર્યુ હતુ. ઉદ્ઘાટન સમારોહમાં વિમલમાતા સ્કૂલના આચાર્ય, શિક્ષક સંઘના તમામ પદાધિકારીઓ અને સ્પર્ધક શિક્ષકોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. તેમજ સંઘના પ્રમુખ ઘનશ્યામસિંહ વાળા, મંત્રી વિક્રમભાઈ ખાંટ, શિક્ષક શરાફી મંડળીના પ્રમુખ મનુભાઈ સહિત સંઘના તમામ પદાધિકારીઓ શિક્ષકોનો ઉત્સાહ વધારવા ઉપસ્થિત રહયા હતા. ધારાસભ્યએ બેટીંગ કરી રમતોત્સવ ખુલ્લો મુકયો હતો. તાલુકાકક્ષાના આ રમતોત્સવમાં ક્રિકેટ, રસ્સાખેંચ, દોડ, રંગોળી, ગોળાફેંક, ચક્રફેક સહિતની રમતોમાં ૬૦ ઉપરાંત શિક્ષકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. વિજેતાઓને શિલ્ડ આપી નવાજવામાં આવ્યા હતા. સ્પર્ધાના વિજેતાઓ જિલ્લાકક્ષાની શિક્ષકોની સ્પર્ધામાં રમવા જશે. રમતોત્સવમાં ૬ મહિલા સ્પર્ધક શિક્ષિકાઓએ પણ ઉત્સાહથી ભાગ લીધો હતો.
રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.