કચ્છમાં સાર્વત્રિક વરસાદથી વધુ અડધાથી બે ઇંચ, આધોઇ હલરા વચ્ચેના ડાયવરઝનમાં નદી વહેતા ચારેક ગામનો વ્યવહાર ખોરવાયો - At This Time

કચ્છમાં સાર્વત્રિક વરસાદથી વધુ અડધાથી બે ઇંચ, આધોઇ હલરા વચ્ચેના ડાયવરઝનમાં નદી વહેતા ચારેક ગામનો વ્યવહાર ખોરવાયો


ભચાઉ કચ્છ

વરસાદથી વાગડની નદીઓ વહી નીકળી

કચ્છમાં સાર્વત્રિક વરસાદથી વધુ અડધાથી બે ઇંચ, આધોઇ હલરા વચ્ચેના ડાયવરઝનમાં નદી વહેતા ચારેક ગામનો વ્યવહાર ખોરવાયો

રામવાવ, આડેસર, રવમાં રાત્રી દરમ્યાન વધુ બે ઇંચ પાણી પડતા ખેતરોમાં પાણી ભરાયા

કચ્છમાં ફરી મેઘરાજા સક્રિય થતા આજે રવિવારે બીજા દિવસે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જિલ્લા મથક ભુજ શહેરમાં સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે અને સવા ઇંચ જેટલું પાણી વરસી જતા માર્ગો પર પાણી વહેતા જોવા મળી રહ્યા છે.
તો ભચાઉમાં 2 ઇંચ અંજારમાં સવા ઇંચ અને રાપરમાં પણ આજ સવારથી બપોરના 2 વાગ્યા સુધીમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. વાગડના આધોઇ પાસે ચાર વર્ષ પૂર્વે તૂટી ગયેલા કોઝવે પર બનેલુ ડાયવરઝન પણ વરસાદના પગલે તૂટી જતા હલરા, જળસા, તોરણીયા સહિતના ગામનો વાહન વ્યવહાર આધોઇ સાથે ખોરવાઈ ગયો છે. તો રાપર તાલુકાના રામવાવ, સણાવા, રવેચી પાસેની નદીઓમાં ભારે પાણી જોવા મળી રહ્યા છે. ખેંગારપર ગામના ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે. ઉલ્લેખનીય છે મોસમનો સૌથી ઓછો વરસાદ ધરાવતા વાગડ વિસ્તારમાં છેલ્લા બે દિવસ દરમ્યાન 7 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે.
*જિલ્લામાં આજ સુધી પડેલા મોસમના કુલ વરસાદનું સરવૈયું*
કચ્છમાં આજે ધીમીધારે પૂર્વના આડેસરથી પશ્ચિમના અબડાસા સુધી વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. જિલ્લાના દસે તાલુકામાં મેઘરાજાએ ઓછી વધતી હાજરી પુરાવી છે. જેમાં અંજારમાં આજે 30 મિમી સાથે કુલ વરસાદ 452 મિમી નોંધાયો છે. અબડાસામાં 08 મિમી કુલ 534. ગાંધીધામ 08 મિમી કુલ 356. નખત્રાણા 15 મિમી કુલ 597. ભચાઉ 45 મિમી કુલ 287. ભુજ 28 મિમી કુલ 630. મુન્દ્રા 01 મિમી કુલ 738. માંડવી 13 મિમી કુલ 721. રાપર 31 મિમી કુલ 276 અને લખપતમાં 04 મિમી સાથે કુલ 644 મિમી વરસાદ આજે બપોરના 2 વાગ્યા સુધીમાં નોંધાયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.