મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલ નરસીંગપુર મુખ્ય પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી. - At This Time

મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલ નરસીંગપુર મુખ્ય પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી.


મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલ નરસીંગપુર મુખ્ય પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી.

મહીસાગર જિલ્લાની સંતરામપુર તાલુકાની પાદરી ફળિયા પગાર કેન્દ્રની મને ગમતી શાળા નરસીંગપુર મુખ્ય પ્રાથમિક શાળા ખાતે આજ રોજ સર સી વી રામનની "રામન ઇફેક્ટ" ની શોધના ભાગરૂપે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી. આજના દિવસે "ભારતના વિવિધ વૈજ્ઞાનિકો" વિષય પર વક્તૃત્વ સ્પર્ધા, "વૈજ્ઞાનિક શોધો અને તેના શોધક" સ્પર્ધા, "સાયન્સ ક્વિઝ", "વિજ્ઞાનના વિવિધ પ્રયોગો" તથા "વિજ્ઞાન પેટી અને ગણિત પેટીના વિવિધ સાધનો" ની ઓળખ અને પરિચય વગેરે જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી.
વિશેષમાં શાળાના વિજ્ઞાન શિક્ષક શ્રી લલીતભાઈ ગરાસીયાએ "માનવ શરીર" વિશે થ્રીડી મોડેલનાં માધ્યમથી સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું. શ્રી રમેશકુમાર બી ચૌહાણે "માનવીનું પાચનતંત્ર" વિશે મોડેલ દ્વારા માર્ગદર્શન આપ્યું. અસ્મિતાબેન ચારેલે "ચંદ્ર અને સૂર્યની ઘટનાઓ" વિશે પ્રાયોગિક સમજ આપી. રાજપ્રિયાબેન રહેવરે "આપણા વૈજ્ઞાનિકો" વિષય આધારિત વક્તૃત્વ સ્પર્ધાનું સુંદર આયોજન કરેલ.
આજના દિવસની બધી પ્રવૃત્તિઓમાં અંદાજિત ૭૦ થી વધુ બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધેલ.
વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબર પારગી માયાબેન ધોરણ - ૮, દ્વિતીય નંબર ભાભોર ફાલ્ગુનીબેન ધોરણ - ૮, તૃતીય રોહિતભાઈ રાવળ ધોરણ - ૮ અને શિવરાજ ધોરણ - ૬, તથા સાયન્સ ક્વિઝમાં કલ્પના ચાવલા ટીમ ધોરણ - ૬ વિજેતા બન્યા હતા.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાનાં ઉત્સાહી અને યુવાન આચાર્યશ્રી લક્ષ્મણભાઈ ખરાડી અને શાળા પરિવારે સિંહફાળો આપ્યો.

રિપોર્ટર - અરવિંદભાઈ ખાંટ
મહિસાગર.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.