શ્રી વેદ માતા ગાયત્રી પરિવાર દ્વારા શ્રી રામનવમી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
રામનવમી તા.૬-૪-૨૦૨૫ રવિવારે બપોરે ૩-૦૦ થી ૫-૩૦ દરમ્યાન ચૈત્ર નવરાત્રી નિમિત્તે ગાયત્રી ચાલીસાના બહેેનોના સમૂહ અનુષ્ઠાનની પૂર્ણાહુતિ ગાયત્રીમહાયજ્ઞ દ્વારા અખિલવિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારની પ્રેરણા આશીર્વાદ સંરક્ષણમાં વિશ્વ કલ્યાણાર્થે ગાયત્રી પરિવાર નારણપુરાની બહેનો દ્વારા નવ રાત્રી દરમ્યાન સમૂહમાં ગાયત્રી ચાલીસા પાઠ,ગાયત્રી મંત્ર,મહામૃત્યુંજ્ય જાપ
તેમજ મંત્ર,ભજન,આરતી,પ્રાર્થના સહિત નારણપુરાગામ ખાતે પહેલોવાસ કામિનીબહેન રાકેશભાઈ પટેલના રહેઠાણના સ્થાને કરવામાં આવી હતી જેનું સંચાલન ગાયત્રી પરિવારની બહેનો રંજનબેન પટેલ અને ભાવનાબેન પટેલે કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ઉપસ્થિત રહી વૈદિક મંત્રોચ્ચારોમાં ગાયત્રી મંત્ર,મહામૃત્યુંજ્ય મંત્ર તથા અન્ય મંત્રોચ્ચાર દ્વારા વિશ્વ કલ્યાણ માટે આહુતિઓ શ્રધ્ધાપૂર્વક સમર્પિત કરી હતી ઉપસ્થિત સૌને સમૂહમાં લાડુ-ફૂલવડીના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું
રિપોટિંગ:-ધામેલ દિપકકુમાર જી
અમદાવાદ
9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે
