કાલાવાડ રોડ પર કારની ટકકરથી બાઈકસ્વાર દંપતિ ઈજાગ્રસ્ત: લોકોના ટોળા ઉમટયા
રાજકોટમાં ખતરનાક ડ્રાઈવીંગથી સર્જાતા અકસ્માતનો સિલસિલો અટકતો ન હોય તેમ કાલાવાડ રોડ પર સરાઝા બેકરીથી આગળ એક કાર ચાલકે બાઈકને ઉલાળતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
એક દંપતિ ઘાયલ થયુ હતું તેમાં એકની હાલત ગંભીર છે. ભરચકક માર્ગ પર અકસ્માત સર્જાવાના પગલે આસપાસથી લોકો એકઠા થઈ ગયા હતા અને બાઈકસ્વાર ઈજાગ્રસ્ત દંપતિને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવાની તજવીજ શરૂ કરી હતી. રાજકોટમાં કેટલાંક દિવસોથી માર્ગ અકસ્માતોનું પ્રમાણ વધી ગયાનુ ઉલ્લેખનીય છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
