દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલય ખાતે આજે 78 મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી.
15 મી August 1947ના રોજ બ્રિટિશ શાસનની જંજીરો માંથી મુક્તિ મળી હતી. જેની ખુશીમાં આખો ભારત દેશ આજનો સ્વાતંત્ર્ય દિન ઉજવી રહ્યો છે. આજ રોજ સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે શ્રી દાંતા કેળવણી મંડળ દાંતાના સેક્રેટરી શ્રીમાન ભૂપતસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને ધ્વજવંદન કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી દાંતા કેળવણી મંડળના સદસ્યશ્રી ઈસબખાન પઠાણ અને નરેન્દ્રભાઈ ભાટિયા તથા ગામના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. શાળાની વિદ્યાર્થીની પરમાર વનિતાએ એસિડ એટેકનું એક પાત્રીય અભિનય રજૂ કર્યો હતો. તેમજ રણા દિવ્યાબા & તેમના ગ્રુપ દ્વારા દહેજપ્રથાનો સંદેશો આપતું એકાંકી નાટક રજુ કર્યું હતું. સાથે સાથે આદીવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતું નૃત્ય રજૂ કર્યું હતું. શાળાના ઈ. આચાર્યશ્રી વી કે પરમારે દેશભક્તિ સાથે વાયુ પ્રવચન આપ્યું હતું. છેલ્લે શાળાના સુપરવાઈઝર આર એલ પરમારે તમામ સ્ટાફમિત્રો અને કાર્યક્રમમાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને અભિનંદન પાઠવ્યા હતા.
અહેવાલ નીલેશ શ્રીમાળી બનાસકાંઠા
9974645761
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.