પડધરી: કોલેજની ફી નહીં ભરી શકતા બે માસનો અભ્યાસક્રમ ચૂકી જતાં યુવતીએ ફાંસો ખાધો
પોરબંદર શહેરના ઉદ્યોગનગર પોરબંદરઃ ઘર કામ બાબતે બહેનો વચ્ચેના ઝઘડામાં તરૂણીએ એસિડ ગટગટાવ્યું
વિસ્તારમાં જીબી ઓફિસની બાજુમાં સુરજ પાર્ક સોસાયટીમાં રહેતી તરુણીએ ઘર કામ કરવા બાબતે બહેન સાથે ઝઘડો થતાં એસિડ પીધું.જ્યારે શહેરની ભાગોળે પડધરી તાલુકાના ખામટા ગામે રહેતી યુવતીએ પિતા સમયસર કોલેજની ફી ન ભરી શક્યા હોવાથી અભ્યાસક્રમ ઘણો છૂટી જતાં ચિંતામાં ફાંસો ખાઈ લેતા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદર શહેરના ઉદ્યોગનગર વિસ્તારમાં જીબી ઓફિસની બાજુમાં સુરજ પાર્ક સોસાયટીમાં રહેતી તરુણીએ એસિડ પી લેતા તેને સારવાર અર્થે પોરબંદર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં તરુણી બપોરના સમયે તેના ઘરે હતી ત્યારે મોટી બહેન સાથે વાસણ ધોવા બાબતે ઝઘડો થતાં મોટી બહેનના શબ્દો લાગી આવતા તેણીએ એસિડ પી લીધું હતું. વધુમાં પ્રાપ્ત માહિતી અનુસાર તરણી બે બહેનોમાં સૌથી નાની છે અને માતા પિતા મજૂરી કામ કરવા ગયા હતા ત્યારે બંને બહેનો વચ્ચે ઝઘડો થતા મોટી બહેનના શબ્દો હૈયે લાગી આવતા તેણીએ પગલું ભર્યું હતું.બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પોરબંદર ઉદ્યોગનગર પોલીસ મથકને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાગળો કરી તપાસ હાથધરી છે.
આપઘાતના પ્રયાસના અન્ય બનાવમાં પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટ શહેરની ભાગોળે પડધરી તાલુકાના ખામટા ગામે રહેતી યુવતીએ પોતે પોતાના ઘરે હતી ત્યારે ગળાફાંસો ખાઈ લેતા તેને સારવાર અર્થે પડધરી બાદ વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતી રાજકોટ ગીતાંજલી કોલેજમાં અભ્યાસ કરતી હોય અને તેણી બીકોમના અંતિમ વર્ષમાં હોય, જેથી સેમેસ્ટરની ફી બાકી હોય અને પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી ફી ભરવામાં ઘણું મોડું થઈ જતાં, બે માસનો અભ્યાસ ચૂકી જતા સઘળો અભ્યાસ કરી રીતે પૂર્ણ કરશે તે ચિંતામાં તેણીએ પગલું ભરી લીધું હોવાનું યુવતીના ભાઈએ જણાવ્યું હતું.યુવતી બે ભાઈઓની એકની એક મોટી બહેન છે. તેણી રાજકોટ અપ ડાઉન કરી અભ્યાસ કરતી હતી.બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાગળો કરી ધોરણસરની તપાસ હાથધરી છે.
રિપોર્ટર - નિખીલ ભોજાણી
9998680503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.