ઢેબર ચોક પાસે મંજૂરી વગર ડીજે સાથે રેલી કાઢતાં બે શખ્સો સામે કાર્યવાહી - At This Time

ઢેબર ચોક પાસે મંજૂરી વગર ડીજે સાથે રેલી કાઢતાં બે શખ્સો સામે કાર્યવાહી


ઢેબર ચોક પાસે મંજૂરી વગર ડીજે સાથે રેલી કાઢતાં બે શખ્સો સામે એ.ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી ગુનો નોંધ્યો હતો. બનાવ અંગે એ. ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ બોરીચાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સમીર હુસેન મીરઝા (ઉ.વ.21) અને ફેજલબેગ ઈમ્તિયાઝબેગ મીરઝા (રહે. બંને રામનાથપરા શેરી નં.14) નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ એએસઆઈ એમ.વી.લુવા સહિતનો પોલીસ સ્ટાફ ખાનગી વાહનમાં પેટ્રોલીંગમા હતા.
ત્યારે ફરતા ફરતા ઢેબર ચોક પાસે પહોંચતા ત્યાં ચોકમાં આગળ ટ્રાફીક જામ હોય જેથી ત્યાં દોડી જઈ જોતા આશરે 100 માણસો એક રેલી સાથે ઢેબર રોડ વન-વે તરફ ચાલીને જતા હતાં.
તેમની આગળની બાજુએ એક રેકડામા ડી.જે સીસ્ટમ ચાલુ હોય તેમજ ડી.જે.ની પાછળ એક છોટા હાથીમા જનરેટ ચાલુ હતું. ડી.જે. સાથે 100 લોકો ચાલીને જતા જોવામા આવતા તુરંત રેલીના સંચાલક બાબતે પુછપરછ કરતા રેલીમાથી બે ભાઈ આવેલ અને પોતાનું નામ સમીર હુસેનભાઈ મીરઝા, ફેજલબેગ ઈમ્તીયાઝભેગ મીરઝા જણાવ્યું હતું. બંને શખ્સને રેલી કાઢવા અંગે પોલીસની મંજુરી લીધેલ છે કે કેમ ? તે બાબતે પુછપરછ કરતા તેઓએ રેલી કાઢવા બાબતે કોઈ મંજુરી લીધેલ ન હોવાનુ જણાવ્યું હતું.
તેમજ રેલીમાં રહેલ સાઉન્ડ સીસ્ટમ ઓપરેટીંગ કરતાં શખ્સે રેલી સંચાલક સમીરના કહેવાથી રેલીમા ડી.જે. સાથે આવેલ હોવાનુ જણાવ્યું હતું. રેલી સંચાલકો ગેબનશાહ પીરનું જુલુસ હોવાથી રેલી કાઢેલ હોવાનુ જણાવ્યું હતું. રેલી સંચાલકોએ પોલીસ કમીશ્નરના જાહેરનામાનક ભંગ કરતાં ફરીયાદ નોંધી કાર્યવાહી કરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image