જામનગરમાં લાભ પાંચમથી વેપાર ધંધા શરૂ થતા બજારમાં પણ ચેતનવંતા પ્રાણ પુરાયા - At This Time

જામનગરમાં લાભ પાંચમથી વેપાર ધંધા શરૂ થતા બજારમાં પણ ચેતનવંતા પ્રાણ પુરાયા


જામનગરમાં લાભ પાંચમથી વેપાર ધંધા શરૂ થતા બજારમાં પણ ચેતનવંતા પ્રાણ પુરાયા

દિવાળીના તહેવારની લાંબી રજા બાદ આજથી ફરી ધંધાના શ્રી ગણેશ થયા છે. લાભ પાંચમ નિમિત્તે આજથી ફરી વેપારીઓએ પોતાના વ્યવસાય શરૂ કર્યા છે. દિવાળીમાં એક સપ્તાહ જેટલી રજા ભોગવ્યા બાદ આજથી જામનગરમાં વેપાર ધંધા શરૂ થતા બજારમાં પણ ચેતનવંતા પ્રાણ પુરાયા છે.

જામનગરમાં આવેલી ગ્રીન માર્કેટમાં મોટાભાગે જૂની પેઢીના વેપારીઓ વ્યવસાય કરતા હોય છે જે હોય એ આજે લાભ પાંચમ નિમિત્તે વ્યવસાયની શરૂઆત કરી હતી. દર વર્ષની પરંપરા મુજબ ભગવાનની પૂજા અર્ચના બાદ વેપારીઓ લાભ પાંચમના દિવસે વેપારની શરૂઆત કરતા હોય છે. જે પરંપરા આજે પણ યથાવત રહી હતી.

ઇતિહાસની વાત કરવામાં આવે તો જામનગરમાં ગ્રેઇન માર્કટ જેખરીદી માટેનું વિશ્વસનિય સ્થળ છે. આ માર્કેટની સ્થાપના આજથી 75 વર્ષે પહેલા એટલે કે 1948માં થઈ હતી. હાલ માર્કેટમાં અસંખ્ય કરિયાણાની દુકાનો આવેલી છે. અહિંયાના વેપારીઓ ક્વોલિટીવાળી વસ્તુઓ અન્ય વેપારીની સરખામણી એ ખુબ જ ઓછા ભાવમાં આપે છે. 1948માં નવાનગર સ્ટેટના મહારાજા જામ સાહેબે ભવિષ્યના વેપારને ધ્યાનમાં રાખીને અત્યારે જે ગ્રેઈન માર્કેટ તરીકે ઓળખાઈ છે, તેની સ્થાપના કરી હતી.

જામનગરના અલગ અલગ વિસ્તારોમાં અનાજ, કઠોળ, ગોળ, ઘી, તેલ અને ખાંડના જથ્થાબંધ વેપાર કરતા વ્યાપારીઓએ બોલાવી એક જગ્યાએ વેપાર માટે સ્થાન આપ્યું હતું. હાલની ધી સીડ્ઝ એન્ડ ગ્રેઈન મરચન્ટ એસોસીએશનની સ્થાપના કરી હતી.1948માં નવાનગર સ્ટેટના મહારાજા જામ સાહેબે ભવિષ્યના વેપારને ધ્યાનમાં રાખીને અત્યારે જે ગ્રેઈન માર્કેટ તરીકે ઓળખાઈ છે, તેની સ્થાપના કરી હતી. જામનગરના અલગ અલગ વિસ્તારોમાં અનાજ, કઠોળ, ગોળ, ઘી, તેલ અને ખાંડના જથ્થાબંધ વેપાર કરતા વ્યાપારીઓએ બોલાવી એક જગ્યાએ વેપાર માટે સ્થાન આપ્યું હતું. હાલની ધી સીડ્ઝ એન્ડ ગ્રેઈન મરચન્ટ એસોસીએશનની સ્થાપના કરી હતી. આ માર્કેટમાં અત્યારે કોમોડિટીની દરેક વસ્તુઓ મળે છે. આ ગ્રેઈન માર્કેટ સાથે 275 જેટલા સભ્યો જોડાયેલા છે અને વેપાર કરી રહ્યાં છે.


8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.