પરિશ્રમ દ્વારા સમાજ થી લઈ પર્યાવરણ સુધી અનેક સેવા કાર્યોની સિદ્ધિ હાંસલ કરનાર પ્રકૃતિ પ્રેમી જીતુભાઇની સફળ ગાથામાં કલાઈમેન્ટ ચેન્જ અવરનેશ એવોર્ડ વિજેતાનું વધુ એક મોર પીંછ ઉમેરાયુ
પરિશ્રમ દ્વારા સમાજ થી લઈ પર્યાવરણ સુધી અનેક સેવા કાર્યોની સિદ્ધિ હાંસલ કરનાર પ્રકૃતિ પ્રેમી જીતુભાઇની સફળ ગાથામાં કલાઈમેન્ટ ચેન્જ અવરનેશ એવોર્ડ વિજેતાનું વધુ એક મોર પીંછ ઉમેરાયુ
મહેનત અને લગ્ન હોય ત્યાં સફળતા મળતી જ હોય છે. ત્યારે પર્યાવરણને સમર્પિત અને સમાજમાં કુદરતી વારસાના જતનની પ્રેરણા પુરી પાડવામાં જેમનું મહત્વનું યોગદાન રહ્યું છે. તેવા પ્રકૃતિ પ્રેમી જીતુભાઇ તિરુપતિને તેમની પર્યાવરણ લક્ષી કામગીરીને બિરદાવવા માટે ક્લાઈમેટ ચેન્જ અવરનેશ એવોર્ડ 2025 માટે પસંદગી કરવામાં આવી હતી. જેમને 2જી એપ્રિલના રોજ ગાંધીનગરમાં આવેલ સ્વર્ણિમ સંકુલ 1માં નર્મદા હોલ ખાતે ક્લાઈમેટ ચેન્જ એવોર્ડમાં જોડાવનાર રાજ્યના અનેક લોકો પૈકી એક માત્ર જીતુભાઈને ક્લાઈમેટ અવરનેશ ચેન્જનો પ્રથમ એવોર્ડ રાજ્યના વન અને પર્યાવરણ, કલાઈમેન્ટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો. અનિવાર્ય સંજોગે જીતુભાઇ કાર્યક્રમમાં ન જોડતા ગ્રીન ગ્લોબલ બ્રિગેડના ટ્રસ્ટી જયપ્રકાશભાઈ અને આર.એન. ઉપાધ્યાય દ્વારા આ એવોર્ડ સ્વીકારવામાં આવ્યો હતો. એવોર્ડમાં ઉલ્લેખ કરાયેલ વિગતો અનુસાર જીતુભાઇને ટ્રી ફાર્મિંગ અને એનિમલ હસબન્ડરીના પ્રોજેકટનો ઉલ્લેખ કરાયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
