આજે વિશ્વ જળ દિવસ જાણો ઇતિહાસ અને મહત્વ પ્રથમ વખત આ દિવસની ઉજવણી 22 માર્ચ, 1993 માં થઇ હતી.
વિશ્વ જળ દિવસ ઉજવણી જળનું મહત્વ સમજવા માટે છે. જળ એજ જીવન છે પાણી વગર આપણા જીવનની કલ્પના કરી શકાતી નથી. પાણી પીવાથી લઈને રસોઈ બનાવવા, વપરાશમાં બધી જગ્યા છે ઉપયોગી છે. ટૂંકમાં ”પાણી એટલે પ્રાણ” ! પાણીએ કુદરતી સંસાધન છે જે આપણી રોજિંદી ખુબજ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આપણે કામકાજ માટે જે પાણીનો ઉપયોગ કરીએ છીએ તેનો મોટો ભાગ ભૂગર્ભજળ એટલે કે ગ્રાઉન્ડ વોટર છે.
પાણીની આપણા જીવનમાં જરૂરિયાત અને મહત્વ વિષે જાગૃતતા માટે દર વર્ષે 22 માર્ચે વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 1993 માં નિર્ણય લીધો હતો કે તાજા પાણીના સંરક્ષણ અને તેના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે એક દિવસ અલગ રાખવો જોઈએ. તેથી પ્રથમ વખત આ દિવસની ઉજવણી 22 માર્ચ, 1993 માં થઇ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
