ભગવતીપરામાં મોડી રાતે તરૂણીની છેડતી કરી પડોશીએ ધમકી આપી
ભગવતીપરા વિસ્તારમાં મોડી રાતે બાથરૂમ કરવા ગયેલ તરૂણીને પાડોશી શખ્સે બથ ભરી મારી સાથે ચાલ કહી બેફામ ગાળો આપી ધમકી આપી છેડતી કરતાં બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપી વિજય ઉર્ફે ગંગુને સકંજામાં લઈ તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે ભગવતીપરામાં રહેતાં વૃધ્ધાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે વિજય ઉર્ફે ગંગુ (ઉ.વ.27) નામના શખ્સનું નામ આપતાં બી. ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ઘરકામ કરે છે. તેમના પુત્રની 15 વર્ષની પુત્રી તેમની સાથે રહે છે અને ધોરણ 9 માં અભ્યાસ કરે છે. આજે સવારના છ વાગ્યાની આસપાસ તેઓ જાગેલ ત્યારે તેમની પુત્રી જે ડીલવરી માટે આવેલ હોય તેણે વૃધ્ધાને જણાવેલ કે, રાત્રીના આશરે અઢી વાગ્યાની આસપાસ તેમની પૌત્રી બાથરૂમ કરવા માટે જાગેલ અને બહાર ગયેલ હતી. તેને બાથરૂમ કરવામાં વાર લાગતા તેણીએ પાછળ બહાર જતા પૌત્રીને બાજુમા રહેતા વીજય ઉર્ફે ગંગુ નામનો શખ્સ ગાળો આપતો હોય અને પોતાની સાથે આવવા કહેતો હતો.
તેઓ તેની નજીક જતા આરોપી વીજય ઉર્ફે ગંગુ નાસી છૂટ્યો હતો.જે બાબતે તરુણીને પૂછતાં અને જણાવેલ કે, હું બાથરૂમ કરવા બહાર આવેલ ત્યારે આરોપી મારી સામે જોઈ ખરાબ ઈશારા કરી મને બોલાવતા હુ તેની પાસે ન જતા તે મારી નજીક આવી મને બથ ભરી જતા એકદમ ગભરાઈ ગઈ ત્યાથી ભાગી ઘર તરફ આવતા આરોપી મને ગાળો દેવા લાગેલ હતો. બનાવ અંગે બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી પીઆઈ એસ.એમ.જાડેજા અને ટીમે આરોપીને સકંજામાં લેવાં તજવીજ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.